Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 1:15 - કોલી નવો કરાર

15 ઈ હાટુ હું તમને પણ જે રોમ શહેરમાં રયો છો, હારા હમાસાર હંભળાવવા હાટુ ઉતાવળે તૈયાર છું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 1:15
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ તમે પરભુ પરમેશ્વરથી વધારે મજુરો મોકલવા હાટુ વિનવણી કરો, જે લોકોને ભેગા કરશે અને તેઓને મારો સંદેશો શીખવાડશે, જેમ કે કોય જમીનનો માલીક પોતાના ખેતરમાં પાક ભેગો કરવા હાટુ મજુરોને મોકલે છે.”


આ બાયે મારા મરયા પેલા મારા માથા ઉપર અંતર નાખ્યુ છે, જેથી મારા દેહને ડાટવા હાટુ તૈયાર કરવામા આવી હકે છે, ઈ મારી હાટુ આટલું જ કરી હકતી હતી.


ઈસુએ તેઓને કીધું કે, પરમેશ્વરની ઈચ્છા ઉપર હાલવાનું, અને એના કામોને પુરા કર, આજ મારું ખાવાનું છે.


પણ પાઉલે જવાબ દીધો કે, “તમે શું કામ, રોય-રોયને મારું હ્રદય દુભાવો છો? હું તો પરભુ ઈસુના નામ હાટુ યરુશાલેમ શહેરમાં બંધાવા હાટુ જ નય, મરવા હાટુ હોતન તૈયાર છું.”


પાછુ તેઓને મોકલા વગર તેઓ કેવી રીતે પરચાર કરી હકે? જેમ લખ્યું છે કે, સંદેશો હંભળાવનારના પગલાં કેટલા સુંદર છે!


જો શક્ય હોય, તો ગમે એમ કરીને બધાય માણસોની હારે હળી-મળીને રયો.


પણ મારા મનનો ઉમંગ આ છે કે, હારા હમાસારનો પરચાર એવા વિસ્તારમાં થાય, પણ જ્યાં ઈસુ મસીહના વિષે અત્યાર હુધી હાંભળવામાં આવ્યું નથી, હું ઈ ઘર બનાવનાર કડિયાના જેવો છું, જે કોય બીજાના પાયા ઉપર બાંધકામ નથી કરતો.


જો હું રાજીથી ઈ પરગટ કરું, તો મને બદલો મળે છે; પણ જો રાજીથી નો કરું, તો મને એની ફરજ હોપવામાં આવી છે.


કેમ કે, જો આ કામ કરવાની ઈચ્છા હોય તો કોય માણસ પાહે જે નથી ઈ પરમાણે નય, પણ જે છે ઈ પરમાણે ઈ ઈચ્છા માન્ય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ