Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 1:12 - કોલી નવો કરાર

12 મારો કેવાનો અરથ આ છે કે, હું તમને મજબુત બનવામાં મદદ કરય અને તમે મને મજબુત બનાવવામાં મદદ કરશો. તમે મજબુત થય જાહો કેમ કે, તમે જાણો છો કે, હું કેવો વિશ્વાસ કરું છું, અને હું મજબુત થય જાય કેમ કે, હું જાણું છું કે, તમે કેવો વિશ્વાસ કરોશો. એટલે તમારી વસે રયને તમારી હારે ઈ વિશ્વાસથી જે મારામાં અને તમારામા છે, એનાથી મને પ્રોત્સાહન મળે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 1:12
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને જઈ ઈ ન્યા પૂગ્યો, તો પરમેશ્વરની કૃપાને જોયને રાજી થયો, અને બધાય વિશ્વાસી લોકોને સંદેશો દીધો કે તન મન લગાડીને પરભુને વળગી રયો.


કેમ કે, હું તમને મળવાની આશા રાખુ છું કે, હું તમને કાક આત્મિક કૃપા આપીને તમને વિશ્વાસમા મજબુત બનાવુ.


હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો હું ઈચ્છું છું કે, તમે જાણી લ્યો કે, મે ઘણીય બધીવાર તમારી પાહે આવવાની ઈચ્છા રાખી કે, જેમ મે બિનયહુદીઓ વસે મસીહની હાટુ ચેલા બનાવ્યા, એવી જ રીતે તમારામા પણ બને, પણ હજી હુધી રોકાય ગયો.


ઈ હાટુ જઈ સ્પેન જાય તો તમારી પાહે થયને જાય કેમ કે, મને આશા છે કે, આ યાત્રામાં તમને મળુ, અને હું તમારી સંઘતથી રાજી થય જાવ, હું ઈચ્છું છું કે, તમે મને મારી સ્પેન દેશની યાત્રા હાટુ મદદ કરો.


અને પરમેશ્વરની ઈચ્છા હોય, તો હું તમારે ન્યા ખુશીથી આવી હકું અને તમને મળીને તાજગી મેળવું ઈ હાટુ, પરમેશ્વરને આગ્રહથી પ્રાર્થના કરીને મને મદદ કરો.


ઈ હાટુ આપડે પ્રોત્સાહન મળે, અને આપડા આ પ્રોત્સાહનની હારો-હાર તમે જે રીતેથી તિતસની મદદ કરી અને તિતસે જે અમને કીધું એની વિષે અમે હોતેન વધારે રાજી થ્યા છયી.


આપડા બધાયનો એક જ પરભુ છે, આપડે બધાય એક જ શિક્ષણ ઉપર વિશ્વાસ કરી છયી આપડે બધાયને એક જ જળદીક્ષા મળી છે.


અને જઈ મારે તને છોડીને જાવું પડયું હતું, તઈ તુ કેવી રીતે રોતો હતો ઈ યાદ કરીને, ફરીથી તને મળવાની ઈચ્છા થાય છે કે, તને મળીને હું હરખથી ઉભરાય જાવ.


હું પાઉલ આ પત્ર તિતસને લખી રયો છું, જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી મારા દીકરા જેવો છે, પરમેશ્વર બાપ, અને આપડા તારનાર ઈસુ મસીહની તરફથી કૃપા અને શાંતિ તને મળતી રેય.


હું સિમોન પિતર જે આપડા તારનાર ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું આ પત્ર લખી રયો છું, હું આ પત્ર પરમેશ્વરનાં ગમાડેલા ઈ લોકોની હાટુ લખી રયો છું જો કે પોન્તસ, ગલાતિયા, ક્પાદોકિયા, આસિયા અને બિથુનિયા પ્રાંતના જુદા-જુદા શહેરોમાં વિદેશીઓની જેમ રેય છે.


હું બોવ રાજી થયો, જઈ મે હાંભળૂ કે, તારા થોડાક સંતાનો ઈ હાસાયનું પાલન કરીને જીવી રયા છે, જેણે આપડા પોતાના પરમેશ્વર બાપે આપણને કરવાનો હુકમ આપ્યો છે.


મારા વાલાઓ, જેમ કે, હું તમને પરમેશ્વરથી જે તારણ મળવાનું છે, એના વિષે ઘણુય બધુય લખવાની ઈચ્છા રાખતો હતો, જેમાં આપડે બધાય ભાગીદાર છયી, હું મારી ફરજ હમજુ છું અને તમને પ્રોત્સાહન દેવા હાટુ લખું કે, હાસા શિક્ષણને હાસવી રાખવા હાટુ મથામણ કરો. પરમેશ્વરે પોતાના પવિત્ર લોકો હાટુ આ હાસ એક વખતે સદાયને હાટુ દીધુ છે, જે કોયદી બદલાતું નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ