પ્રકટીકરણ 9:21 - કોલી નવો કરાર21 તેઓએ લોકોની હત્યાઓ કરવાનું, જાદુ ટોણા કરવાનું છીનાળવા કરવાનું અને સોરી કરવાનું નો છોડયુ. အခန်းကိုကြည့်ပါ။ |
ઈ મૂર્તિપૂજા કરે છે, ઈ જાદુ-ટોણા કરે છે, ઈ પોતાના લોકોથી નફરત કરે છે, ઈ એક-બીજા હારે બાધણા કરે છે, ઈ એવી વસ્તુઓને પામવાની આશા રાખે છે જે બીજા લોકોની પાહે છે, ઈ જલદી ગુસ્સામાં આવી જાય છે, ઈ પોતાનો મારગ કાઢવા હાટુ બીજા લોકને નીસા પાડે છે, ઈ એવા લોકોને અપનાવતા નથી જેનાથી ઈ સહમત નથી અને ખાલી એવા લોકોની હારે જોડાય છે જેનાથી ઈ સહમત છે,
પણ જે સતાવણીની બીકથી મને છોડી દેય છે અને મારી ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે એને ગંધકની આગમાં ફેકી દેવામાં આયશે, એવી જ રીતે એને પણ જે ભુંડુ કરે છે અને હત્યાઓ કરે છે અને છીનાળવાઓ કરે છે અને પોતાના સાથીઓની હારે મેલી વિદ્યા કરે છે અને મૂર્તિનું ભજન કરે છે અને બધુય ખોટુ બોલનારા એને પણ ગંધકની આગમાં નાખી દેવામાં આયશે, આને જ બીજુ મોત કેવાય છે.”