આ કારણથી, હવે આપડે બાળકોની જેવું નો થાવુ જોયી. હવે આપડે ઈ હોડીની જેમ નથી, જેને વીળો આગળ-પાછળ ધકેલે છે અને હવા આમ-તેમ ફેરવે છે. એનો અરથ આ છે કે, સતુર અને ઢોંગી લોકો હવે પોતાના ખોટા શિક્ષણથી આપણને દગો નથી આપી હકતા.
બાકીની માણસજાત જે આ આફતોથી મરી નય, તેઓએ તેમના હાથોના કામ અંગે પસ્તાવો કરયો નય અને મેલી આત્માઓ અને હોના, સાંદી, કાહુ, પાણા અને લાકડીની મૂર્તિઓ જે જોવામા, હાંભળવામાં, હાલવામા સક્ષમ નથી, એનુ ભજન કરવાથી રોકાણા નય.