મે ફરીથી જોયુ, કે, ન્યા લાખો લોકો હતાં, એટલી મોટી ગીદડી કે, કોય એને ગણી નોતા હકતા એટલા સ્વર્ગદુતોના અવાજો હાંભળા કે, જે રાજગાદી, સ્યાર જીવતા પ્રાણીઓ અને વડીલોની સ્યારેય બાજુ ઉભા હતા.
જઈ સ્વર્ગદુતોએ નિશાની કરવાનું પુરું કરી લીધું, તો કોકે મને બતાવું કે, ઈ લોકો જેના માથા ઉપર સ્વર્ગદુતોએ પરમેશ્વરની મુદ્રાથી નિશાની કરી છે તેઓની સંખ્યા 144,000 હતી, આ લોકો ઈઝરાયલ દેશના બધાય કુળોમાના હતાં.