Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 9:11 - કોલી નવો કરાર

11 એક રાજા હતો જે તેઓને નિયંત્રણ કરતો હતો, ઈ ઈજ દુત છે જેણે ઊંડાણનો ખાડો ખોલ્યો હતો, હિબ્રૂ ભાષામાં એનુ નામ અબેદોન છે અને ગ્રીક ભાષામાં આપોલ્યોન છે. જેનો અરથ છે ઈ જે નાશ કરે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 9:11
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

મેલી આત્માઓએ ઈસુને બોવ વિનવણી કરી કે, “અમને આ ઊંડાણ ખાયમાં જાવા હાટુ હુકમ નો કર.”


હવે આ જગતના લોકોનો ન્યાય કરવાનો વખત આવી ગયો છે, અને હવે આ જગતના અધિકારને બારે કાઢી નાખવામાં આયશે.


મારી પાહે હવે તમારી હારે વાત કરવા હાટુ વધારે વખત નથી રયો, કેમ કે આ જગતનો અધિકારી શેતાન આવી રયો છે, એનો મારી ઉપર કોય અધિકાર નથી.


ન્યાયના વિષે ઈ બતાયશે કેમ કે, આ જગતના અધિકારીનો ન્યાય કરવામા આવ્યો છે.


હવે યરુશાલેમ શહેરમાં, ઘેટાનાં ડેલાની પાહે એક કુંડ છે, જેને હિબ્રૂ ભાષામાં બેથઝાથા કેવાય છે, એની સ્યારેય બાજુ પાસ માંડવા બનાવેલા છે.


તમારો બાપ તો શેતાન છે, અને તમે તમારા બાપના લોભને પુરો કરવા માગો છો. ઈ તો શરુઆતથી જ હત્યારો છે, ઈ હાસ ઉપર ટકી નથી રેતો કેમ કે, એમા હાસ છે જ નય. ઈ ખોટુ બોલે છે, ઈ પોતાના સ્વભાવના પરમાણે બોલે છે, કેમ કે ઈ ખોટો છે અને ખોટાય નો બાપ છે.


આ જગતના દેવ શેતાને અવિશ્વાસીઓના મનોને આંધળા કરી નાખ્યા છે, ઈ હાટુ કે, મસીહ જે પરમેશ્વરની પ્રતિમા છે, એના મહિમાના હારા હમાસારનું અંજવાળુ તેઓની ઉપર નો થાય.


ઈ વખતે તમે આ જગતના ઈ લોકોની રીત પરમાણે કરતાં હતા, જે પરમેશ્વરને નથી જાણતા અને તમે દુષ્ટ આત્માઓનો સરદાર જે આભમાં છે, એની પરમાણે કરતાં હતા, જે હવે ઈ લોકોને કાબુમાં કરવાની કોશિશ કરી રયો છે જે પરમેશ્વરની આજ્ઞા પાલન નથી કરતાં.


હે મારા વાલા બાળકો, તમે પરમેશ્વરનાં લોકો છો અને ખોટા આગમભાખીયાઓ ઉપર જય મેળવી છે, કેમ કે, પવિત્ર આત્મા જે તમારામા છે, ઈ શેતાનથી મોટી છે, જે જગતમાં છે.


આપડે જાણી છયી કે, આપડે પરમેશ્વરનાં સંતાન છયી, અને આખુ જગત શેતાનના કબજામાં છે.


તઈ પરમેશ્વરે ઈ મોટા અજગરને અને એના દુતોને પૃથ્વી ઉપર ફેકી દીધા, હવે આ મોટો અજગર ઈ જ છે જે ઘણાય વખત પેલા એરુના રૂપમા દેખાતો હતો, જેને શેતાન કે આરોપ લગાડનારો પણ કેવામા આવે છે, આ ઈ જ છે જે આ જગતના લોકોને દગો દેતો આવ્યો છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ