Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 7:9 - કોલી નવો કરાર

9 એની પછી મે જોયુ કે, લોકોનુ એક એટલુ મોટુ ટોળુ હતુ કે, કોય તેઓને ગણી હકતો નોતો, તેઓ જગતની દરેક પ્રજા, કુળ, દેશ અને ભાષામાંથી હતાં, તેઓ રાજગાદી અને ઘેટાના બસ્સાની હામે ઉભા હતાં, તેઓએ ધોળા લુગડા પેરેલા હતાં અને દરેક માણસે પોતપોતાના હાથમાં ખજુરીની ડાળખ્યું પકડી રાખી હતી. જે એક તેવારની નિશાની હતી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 7:9
41 ပူးပေါင်းရင်းမြစ်များ  

એટલામાં હજારો લોકો ભેગા થયા, ન્યા હુધી કે, તેઓ એકબીજા ઉપર પડાપડી કરતાં હતાં, ઈસુ ઈ લોકોને બોલ્યો ઈ પેલા એના ચેલાઓને એણે કીધું કે, ફરોશી ટોળાના લોકોના ખમીરથી સેતીને રેજો. હું એવુ માનું છું કે, તેઓ ઢોંગી છે.


પણ જાગતા રયો અને પ્રાર્થના કરતાં રયો જેથી તમે જે આ બધીય વાતો થાવાની છે એમા મજબુત રીતે ઉભા રય હકો, અને માણસના દીકરાની હામે ઉભા રય હકો.


એથી ઈ બધાય લોકો ખજુરની ડાળખ્યું લયને ઈસુનો આવકાર કરવા ગયા, તેઓ સૂત્રો પોકારતા હતાં, “હોસાન્‍ના, પરભુને નામે ઈઝરાયલ દેશનો જે રાજા આવે છે ઈ આશીર્વાદિત છે!”


કેમ કે, મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પોતાને બુદ્ધિમાન નો હમજો, ઈ હાટુ મારી ઈચ્છા નથી કે, આ ભેદ વિષે તમે અજાણ્યા રયો કે, બિનયહુદીઓની સંપૂર્ણતા અંદર આવે ન્યા હુધી ઈઝરાયલ દેશને કઠીનતા થય છે.


ઈ હાટુ તમે પરમેશ્વરનાં બધાય બકતર પેરી લ્યો જેથી તમે ખરાબ દિવસે સામનો કરી હકો અને બને એટલું બધુય કરીને એની હામાં મજબુત ટકી હકો.


આ કારણે ઈબ્રાહિમની બાળકોને પેદા કરવાની ઉમર વીતી ગય હતી, એનાથી આભના તારાઓ અને દરીયા કિનારાની રેતીની જેમ નો ગણી હકાય એટલી પેઢીઓ પેદા થય.


તમે સિયોન ડુંઘરા ઉપર આવ્યા છો, જ્યાં સ્વર્ગીય યરુશાલેમ છે, જે જીવતા પરમેશ્વરનું શહેર છે. જ્યાં લાખો સ્વર્ગદુતો રાજી થાય છે,


તઈ હાતમા સ્વર્ગદુતે પોતાનુ રણશિંગડું વગાડુ અને મોટા અવાજો સ્વર્ગમા બોલ્યા અને કીધું કે, “જગતનુ રાજ્ય આપડા પરભુ પરમેશ્વર અને એના મસીહનું રાજ્ય બની ગ્યુ છે અને ઈ સદાય હાટુ રાજ્ય કરશે.”


કાય પણ જે પરમેશ્વરનાં હરાપને આધીન છે ઈ શહેરમાં નય રેય, પરમેશ્વર અને ઘેટાના બસ્સાની રાજગાદી શહેરમાં હશે અને પરમેશ્વરનાં ચાકરો એનુ ભજન ન્યા કરશે.


ઈ હાટુ હું તને સલાહ આપું છું, કે તારે મારાથી શુદ્ધ હોનું વેસાતુ લેવુ જોયી જેથી તુ ખરેખર ધનવાન બની હક. તારે મારાથી પોતાને પેરવા હાટુ સફેદ લુગડા પણ વેસાતી લેવા જોયી જેથી તારો દેહ ઢાકેલો રેય અને તને શરમ લાગે નય અને તારે પોતાની આંખુની સારવાર કરવા હાટુ મારાથી દવા પણ વેસાતી લેવી જોયી જેથી તુ જોય હક.


ઈ રાજગાદીની સ્યારેય બાજુ સોવીસ બીજી રાજગાદી હતી, અને આ રાજગાદી ઉપર સોવીસ વડીલો સફેદ લુગડા પેરીને બેહેલા મે જોયા, અને એના માથા ઉપર હોનાના મુગટ હતા.


મે ફરીથી જોયુ, કે, ન્યા લાખો લોકો હતાં, એટલી મોટી ગીદડી કે, કોય એને ગણી નોતા હકતા એટલા સ્વર્ગદુતોના અવાજો હાંભળા કે, જે રાજગાદી, સ્યાર જીવતા પ્રાણીઓ અને વડીલોની સ્યારેય બાજુ ઉભા હતા.


અને તેઓ આ નવું ગીત ઘેટાનું બસુ એટલે કે ઈસુ મસીહની વિષે ગાવા લાગ્યા કે, “તુ આ સોપડીની મુદ્રાઓને તોડવા અને એને ખોલવાને લાયક છો કેમ કે, તને લોકોએ મારી નાખ્યો હતો અને તારા લોહીને વધસ્થંભ ઉપર વહેડાવામાં આવ્યું હતું લોકોને બસાવી લીધા જેથી ઈ પરમેશ્વરનાં સબંધી લોકો બની જાય આ લોકો બધાય કુળ, બધીય ભાષાઓ, બધીય જગ્યાઓ અને બધાય રાજ્યોના છે.


તઈ એમાંથી દરેકને એક સફેદ લુગડા આપવામાં આવ્યા, અને પરમેશ્વરે એને કીધું કે, થોડીકવાર હુધી આરામ કરો, કેમ કે અત્યારે પણ તમારા થોડાક સાથી કામદારો અને તમારા સાથી વિશ્વાસી લોકો છે જેને તમારી જેમ જ મારી નાખવામાં આયશે, જઈ મરી જનારાઓની સંખ્યા પુરી થય જાહે, તઈ જ હું બદલો લેય.


ઝબુલોનના કુળમાથી 12,000 ઉપર, યુસફના કુળમાથી 12,000 ઉપર, અને બિન્યામીનના કુળમાથી 12,000 ઉપર.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ