તઈ તેઓ સોકીદારોને હારે લયને ઈસુની કબર પાહે ગયા અને કબરના પાણા ઉપર મહોર લગાડી, જેથી એને કોય હટાવે નય, ફરી તેઓ કેટલાક સોકીદારોને કબરનું ધ્યાન રાખવા હાટુ ન્યા મુકી ગયા.
પેલુ જીવતા પ્રાણી સિંહની જેવું દેખાતું હતું અને બીજુ પ્રાણી વાછડા હોય એવુ હતું, ત્રીજા પ્રાણીનું મોઢું માણસ જેવું હતું, અને સોથુ પ્રાણી ઉડતા ગરુડ જેવું હતું.
જઈ ઘેટાના બસ્સાએ ત્રીજી મુદ્રા ખોલી, તો મે ત્રીજા જીવતા પ્રાણીને આ કેતા હાંભળ્યું કે, “આવો.” અને તઈ મે જોયું કે, એક કાળો ઘોડો બારે નીકળો, એની ઉપર બેઠેલાના હાથમાં એક ત્રાજવાની જોડ હતી.