16 તેઓએ ડુંઘરાઓ અને ખડકોને રાડુ નાખીને કીધુ કે, “અમારી ઉપર પડો અને અમને હતાડી લ્યો, જેથી ઈ જે રાજગાદી ઉપર બેઠો છે અમને જોય નો હકે, જેથી ઘેટાનુ બસુ અમને સજા નો દય હકે.
ઈસુએ એને કીધુ કે, “તું પોતે જ કેય છે, પણ હું તમને કવ છું કે, હવે પછી માણસના દીકરાને પરમેશ્વરનાં પરાક્રમના જમણા હાથ બાજુ માનની જગ્યાએ બેહેલો અને આભથી વાદળા ઉપર આવતાં જોહો,”
અને એના હમ ખાયને યુગે-યુગ હુધી જીવતો છે જેણે આભ, પૃથ્વી, અને દરીયો અને એમા બધુય બનાવ્યું છે એના હમ ખાયને, એણે કીધું કે, “હવે કોય પણ વાત હાટુ વધારે રાહ જોવી પડશે નય. હવે ઈ બધુય પુરું થય જાહે.”
અને જે રાજગાદી ઉપર બેઠો છે, જીવતા પ્રાણીઓ એનો મહિમા, માન, અને આભાર માંને છે. ઈજ છે જે સદાય હાટુ જીવતો છે અને જઈ પણ ઈ એવુ કરે છે તો સોવીસ વડીલો એની હામે દંડવત સલામ કરે છે અને એનુ ભજન કરે છે. તેઓ આ કેતા પોત-પોતાના મુગટ રાજગાદીની હામે નાખી દેય છે,