પ્રકટીકરણ 5:13 - કોલી નવો કરાર13 અને મે દરેક પ્રાણીને જે સ્વર્ગમા છે અને પૃથ્વી ઉપર છે અને પૃથ્વીની નીસે છે અને દરીયામાં છે એને કેતા હાંભળ્યું, “આપડે સદાય હાટુ એની જે રાજગાદી ઉપર બેહે છે અને ઘેટાના બસ્સાની સ્તુતિ, માન, અને મહિમા કરવી જોયી, ઈ પુરી તાકાતથી સદાય હાટુ રાજ્ય કરે.” အခန်းကိုကြည့်ပါ။ |
જે લોકો વિશ્વાસીઓની સભામાં બોલે છે એને એવી રીતે બોલવું જોયી જેમ કે ઈ પરમેશ્વરનો જ સંદેશો બોલી રયો છે. ઈ જે બીજાની હાટુ દયાળુ કામ કરે છે એને એવી તાકાત હારે કરવુ જોયી જે પરમેશ્વર એને દેય છે, જેથી તમે પરમેશ્વરનું સન્માન કરી હકો, જેમ ઈસુ મસીહ આપણને સક્ષમ બનાવે છે આપડે બધાય પરમેશ્વરની મહિમા કરી કેમ કે, એની પાહે બધાયની ઉપર શાસન કરવાનો પુરો અધિકાર છે સદાય હાટુ છે એવુ જ થાય. આમીન.
અને તેઓ આ નવું ગીત ઘેટાનું બસુ એટલે કે ઈસુ મસીહની વિષે ગાવા લાગ્યા કે, “તુ આ સોપડીની મુદ્રાઓને તોડવા અને એને ખોલવાને લાયક છો કેમ કે, તને લોકોએ મારી નાખ્યો હતો અને તારા લોહીને વધસ્થંભ ઉપર વહેડાવામાં આવ્યું હતું લોકોને બસાવી લીધા જેથી ઈ પરમેશ્વરનાં સબંધી લોકો બની જાય આ લોકો બધાય કુળ, બધીય ભાષાઓ, બધીય જગ્યાઓ અને બધાય રાજ્યોના છે.