11 મે ફરીથી જોયુ, કે, ન્યા લાખો લોકો હતાં, એટલી મોટી ગીદડી કે, કોય એને ગણી નોતા હકતા એટલા સ્વર્ગદુતોના અવાજો હાંભળા કે, જે રાજગાદી, સ્યાર જીવતા પ્રાણીઓ અને વડીલોની સ્યારેય બાજુ ઉભા હતા.
આદમથી આવનાર સાતમો માણસ હનોખે આ અન્યાયી લોકોના વિષે આગમવાણી કરી હતી. એણે કીધું કે, “હાંભળો! પરભુ પાક્કું પોતાના નો ગણી હકાય એટલા પવિત્ર સ્વર્ગદુતોની હારે આયશે.
પછી મે જે હાંભળુ ઈ બોવ મોટા ટોળાનાં લોકોની રાડ નાખવાનો અવાજ લાગતો હતો, ઈ દરિયાની વિળોના અવાજ જેવો જોરદાર હતો અને વાદળાની ગડગડાહટ જેવો હતો એણે કીધું, “આવો આપડે પરમેશ્વરની મહિમા કરી, જે આપડા સર્વશક્તિશાળી પરમેશ્વર રાજા છે.”
એની પછી, રાજગાદીની હામે કાક હતું જો કે બરફની જેમ સોખા કાસથી બનેલા દરીયા જેવું દેખાતું હતું, અને આ મોટી રાજગાદી ઈ બધાયની એકદમ વસે હતી અને એની સ્યારેય બાજુ મે સ્યાર જીવતા પ્રાણીઓ જોયા, જેની આગળ-પાછળ બોવજ આખું હતી.
તઈ મે એક ઘેટાના બસ્સાને જોયો જે રાજગાદી અને સ્યાર જીવતા પ્રાણીઓ અને સોવીસ વડીલોની વસે ઉભોતો, ઘેટાના બસ્સાના દેહ ઉપર એવી નિશાનીઓ હતી કે, એને પેલા મારવામાં આવ્યો હતો, એને હાત શીંગડા અને હાત આખું હતી, આ પરમેશ્વરની હાતેય આત્માઓ છે, જે આખી પૃથ્વી ઉપર મોકલમાં આવી છે.
જઈ એણે સોપડી લય લીધી, તો ઈ સ્યારેય જીવતા પ્રાણી અને સોવીસ વડીલો ઘેટાના બસ્સાની હામે દંડવત સલામ કરયા, દરેક વડીલે એક વીણા અને હોનાથી બનેલો પ્યાલો પકડેલો હતો, પ્યાલો ધૂપથી ભરેલો હતો જે ઈ લોકોની પ્રાર્થનાઓને દેખાડે છે જે પરમેશ્વરની સેવા કરે છે.