Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 4:9 - કોલી નવો કરાર

9-10 અને જે રાજગાદી ઉપર બેઠો છે, જીવતા પ્રાણીઓ એનો મહિમા, માન, અને આભાર માંને છે. ઈજ છે જે સદાય હાટુ જીવતો છે અને જઈ પણ ઈ એવુ કરે છે તો સોવીસ વડીલો એની હામે દંડવત સલામ કરે છે અને એનુ ભજન કરે છે. તેઓ આ કેતા પોત-પોતાના મુગટ રાજગાદીની હામે નાખી દેય છે,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 4:9
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ જેઓ ઈસુ દ્વારા પરમેશ્વરની પાહે આવે છે, તેઓનું પુરે પુરૂ તારણ કરવા હાટુ ઈ શક્તિશાળી છે કેમ કે, ઈ હરેકની હાટુ વિનવણી કરવા સદાય જીવતા રેય છે.


અને આયા તો મુખ્ય યાજક દસમો ભાગ લેય છે છતા તેઓ બધાય મરનારા જ છે, પણ ઈ વખતમાં જે મેલ્ખીસેદેકે દસમો ભાગ લીધો, એના વિષે શાસ્ત્રમાં લખેલુ છે, કે ઈ હજી હુધી જીવતા છે.


હું જીવતો છું, ભલે હું એકવાર મરી ગયો હતો અને ખરેખર હું સદાય હાટુ જીવતો છું! મારી પાહે મોત ઉપર સત્તા છે અને હું અધોલોકનું નિયંત્રણ કરું છું


અને એના હમ ખાયને યુગે-યુગ હુધી જીવતો છે જેણે આભ, પૃથ્વી, અને દરીયો અને એમા બધુય બનાવ્યું છે એના હમ ખાયને, એણે કીધું કે, “હવે કોય પણ વાત હાટુ વધારે રાહ જોવી પડશે નય. હવે ઈ બધુય પુરું થય જાહે.”


તઈ પરમેશ્વર જે રાજગાદી ઉપર બેઠો હતો, એણે કીધું કે, “આ હાંભળો! હું હવે બધુય નવું બનાવી રયો છું!” એણે મને કીધું કે, “આ વાતુ લખી લે! જે મે તને કીધી છે કેમ કે, તુ વિશ્વાસ કરી હકશો, કે, હું ખરેખર એને કરય.”


તરત જ પરમેશ્વરનાં આત્માએ મારી આગેવાની કરી અને મે સ્વર્ગમા એક રાજગાદી અને રાજગાદી ઉપર કોયને બેઠેલો જોયો.


અને સ્યારેય જીવતા પ્રાણીઓની છ-છ પાંખુ હતી, એની ઉપર બધીય જગ્યાએ આંખુ હતી ન્યા હુધી કે, એની પાંખોની નીસે હોતન આખું હતી, અને તેઓ રાત-દિવસ આરામ કરયા વગર આ કેતા રેય છે કે, “પવિત્ર, પવિત્ર, પવિત્ર પરભુ પરમેશ્વર, જે સર્વશક્તિશાળી છે, જે હતાં, અને જે છે, અને જે આવનાર છે.”


પછી મે જોયું કે, જે રાજગાદી ઉપર બેઠો હતો, એના જમણા હાથમાં એક સોપડી હતી, એની બેય બાજુ લખેલુ હતું અને ઈ હાત મુદ્રાઓ લગાડીને બંધ કરી દીધી હતી.


તેઓએ ડુંઘરાઓ અને ખડકોને રાડુ નાખીને કીધુ કે, “અમારી ઉપર પડો અને અમને હતાડી લ્યો, જેથી ઈ જે રાજગાદી ઉપર બેઠો છે અમને જોય નો હકે, જેથી ઘેટાનુ બસુ અમને સજા નો દય હકે.


ઈ હાટુજ તેઓ પરમેશ્વરની રાજગાદીની હામે ઉભા છે, અને તેઓ દરેક વખતે રાત-દિવસ પરમેશ્વરનાં મંદિરમાં એનુ ભજન કરે છે, અને જે રાજગાદી ઉપર બેહે છે, એની વસે રેહે અને એની દેખરેખ કરશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ