Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 4:5 - કોલી નવો કરાર

5 ઈ રાજગાદીમાંથી વીજળીઓ અને ગર્જનાઓ નીકળતી હતી, અને રાજગાદીની હામે હાત દીવાઓ હળગી રયાતા, તેઓ પરમેશ્વરની હાત આત્માઓ છે,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 4:5
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

ફરી ઈસુએ એના ચેલાઓને કીધુ કે, જઈ માણસનો દીકરો પાછો આયશે, તઈ સ્વર્ગનું રાજ્ય દસ કુંવારીઓની જેવું હશે, જે પોત પોતાની મશાલો લયને વરરાજાને મળવા હાટુ બારે નીકળી.


“હું તમને પાણીથી જળદીક્ષા દવ છું, જે આવનાર છે ઈ મારા કરતાં મહાન છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી, ઈ તમને પવિત્ર આત્મા અને આગથી જળદીક્ષા આપશે.


તઈ તેઓની હામે એવી આગ પરગટ થય, જે એક જીભ જેવું હતુ, જે નોખી થયને એમાંના દરેક માણસ ઉપર રોકાય ગય.


હું, યોહાન, આ પત્ર તમને હાતેય મંડળીઓના વિશ્વાસીઓ હાટુ લખી રયો છું, જે આસિયા પરદેશમા આવેલી છે, હું પ્રાર્થના કરું છું કે તમને પરમેશ્વર તરફથી કૃપા અને શાંતિ મળે, આ ઈ જ પરમેશ્વર છે; જે વખતની શરુઆતથી લયને અત્યાર હુધી અને સદાય હાટુ નથી બડલાતા, અને પરમેશ્વરની રાજગાદીની હામે જે હાત આત્માઓ છે એની તરફથી.


ઈ સ્વર્ગદુત જોરથી બોલ્યો અને એનો અવાજ સિંહની ગર્જના જેવો હતો, જઈ એણે રાડ નાખી, તો હાત ગર્જના એના પોતાના અવાજો હારે બોલ્યાં. જે ગડગડાહટના અવાજ જેવો હતો.


અને પરમેશ્વરનું જે મંદિર સ્વર્ગમા છે, ઈ ખોલવામાં આવ્યું અને એના મંદિરમાં તેઓના કરારની પેટી જોવામાં આવી અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ, ધરતીકંપ અને બોવજ કરાનો વરસાદ થયો.


હું આ સંદેશો સાર્દિસ શહેરની મંડળીના સ્વર્ગદુતને લખું છું, આ સંદેશો એની તરફથી છે જે હાત તારાઓને પોતાના હાથમાં રાખે છે, અને જે પરમેશ્વરનાં હાત આત્માઓને મોકલે છે કે હું તારા કામોને જાણું છું, તુ જીવતો કેવા છો, પણ છો મરેલો.


તઈ મે એક ઘેટાના બસ્સાને જોયો જે રાજગાદી અને સ્યાર જીવતા પ્રાણીઓ અને સોવીસ વડીલોની વસે ઉભોતો, ઘેટાના બસ્સાના દેહ ઉપર એવી નિશાનીઓ હતી કે, એને પેલા મારવામાં આવ્યો હતો, એને હાત શીંગડા અને હાત આખું હતી, આ પરમેશ્વરની હાતેય આત્માઓ છે, જે આખી પૃથ્વી ઉપર મોકલમાં આવી છે.


પછી સ્વર્ગદુતે ધુપદાની લયને એમા વેદી ઉપરનાં હળગતા દેતવાને ભરી લીધા અને પૃથ્વી ઉપર નાખી દીધા અને ગર્જનાઓ, અવાજો, વીજળીઓ અને ધરતીકંપ થાવા લાગ્યા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ