9 સાવધાન રેજે, જે શેતાનની સભાના છે, જે કેય છે કે, અમે યહુદી લોકો છયી, પણ તેઓ યહુદી નથી, ઈ ખોટુ બોલે છે હું તેઓની પાહે એવુ કરાવય, કે ઈ આવીને તારા પગ આગળ નમશે, અને મે તારા ઉપર પ્રેમ રાખ્યો છે એવુ ઈ જાણશે.
એટલે હું તેઓમાં અને તમે મારામાં થય જાવ જેથી તેઓ પુરી રીતે એક કરી હકાય અને ઈ હાટુ કે, જગત હમજે કે, તમે મને મોકલ્યો છે અને જેમ તમે મારાં ઉપર પ્રેમ કરયો, એમ તેઓના ઉપર પણ પ્રેમ કરયો છે.
હું જાણું છું કે, તને હેરાન કરવામા આવ્યો છે અને તુ ગરીબ છો. પણ આત્મિક બાબતોમાં તુ બોવ ધનવાન છો, હું ઈ લોકોની વિષે જાણું છું જે દાવો કરે છે કે, તેઓ યહુદી લોકો છે, પણ ઈ છે નય. તેઓ તારા વિષે ભુંડી વાતો બોલે છે, પણ ખરેખર તેઓ ઈ ટોળાના સભ્ય છે જે શેતાનનો છે.