પ્રકટીકરણ 3:18 - કોલી નવો કરાર18 ઈ હાટુ હું તને સલાહ આપું છું, કે તારે મારાથી શુદ્ધ હોનું વેસાતુ લેવુ જોયી જેથી તુ ખરેખર ધનવાન બની હક. તારે મારાથી પોતાને પેરવા હાટુ સફેદ લુગડા પણ વેસાતી લેવા જોયી જેથી તારો દેહ ઢાકેલો રેય અને તને શરમ લાગે નય અને તારે પોતાની આંખુની સારવાર કરવા હાટુ મારાથી દવા પણ વેસાતી લેવી જોયી જેથી તુ જોય હક. အခန်းကိုကြည့်ပါ။ |
આ હેરાનગતિઓનો ધ્યેય ઈ દેખાડવાનો છે કે, શું તમે હાસીન પરમેશ્વર ઉપર ભરોસો કરો છો. ઈસુ મસીહમા તમારો વિશ્વાસ હોના કરતાં વધારે કિંમતી છે. જેવી રીતે નાશવંત હોનાને આગમાં પારખવામા આવે છે અને શુદ્ધ કરવામા આવે છે, એવી જ રીતે જો તમારો વિશ્વાસ આગની પરીક્ષાઓ દ્વારા પારખા પછી પણ મજબુત રેય છે, તો આ ઈ દિવસે તમને બોવ જ વખાણ, મહિમા અને માન દેહે, જઈ ઈસુ મસીહ પાછો આયશે.
મેલી આત્માઓએ શાસકોને અને એની સેનાઓને ઈ જગ્યા ઉપર ભેગા કરયા, જેને હિબ્રૂ ભાષામાં આર્માગેદન કેવામાં આવે છે. ઈ હાટુ પરભુ ઈસુએ કીધુ કે, “આ વાત હાંભળો, મારૂ આવવું સોરની આવવાની જેમ અસાનક થાહે, આશીર્વાદિત છે ઈ માણસ જે મારાં પાછા આવતાં હુધી જાગતા રેહે અને પોતાના લુગડા તૈયાર રાખો, તઈ તેઓ નાગા નય હોય અને કાય પણ એને શરમ નય લાગે પછી ઈ બારે ઘણાય લોકોની વસમા જ કેમ નો હોય.”