15 મને ઈ બધીય ખબર છે જે તમે કરયુ છે તમે ઈ વાતનો નકાર નથી કરી હકતા કે, તમે મારા ઉપર ભરોસો કરો છો તમે પાણીની જેમ છો જે નથી ઠંડુ અને નથી ગરમ. કદાસ કે તમે ઠંડા હોત કે ગરમ.
કોય પણ માણસ એક વખતે બે ધણીની ચાકરી કરી હકતો નથી કેમ કે, જો ઈ એવું કરે તો ઈ એકને અણગમો કરશે, અને બીજા ઉપર પ્રેમ રાખશે, નકર ઈ કોય એકનાં પક્ષનો થાહે, ને બીજાને તરછોડશે, તઈ તમે પરમેશ્વરની અને મિલકતની બેયની સેવા કરી હકતા નથી.
કેમ કે મને બીક છે કે, ક્યાક એવું નો થાય કે, હું આવીને જેવું ઈચ્છું છું, એવું તમને નો પામુ, અને મને પણ જેવું તમે નથી ઈચ્છતા એવુ જ પામો કે, તમારામાં બાધણા, અદેખાઈ, રિહ, વિરોધ, ઈર્ષા, ખટપટ, અભિમાન અને અવ્યવસ્થા હોય.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમારી વિષે આપડે પરમેશ્વરનો આભાર સદાય માનવો જોયી, અને એવુ કરવુ ઈ આપડી હાટુ હાસુ છે કેમ કે, ઈસુ મસીહ ઉપર તમારો વિશ્વાસ બોવ વધતો જાય છે, અને એકબીજા ઉપર તમારો પ્રેમ બોવજ વધતો જાય છે.
કેમ કે, તમે પરમેશ્વરની વિષે હાસાયનું પાલન કરયુ છે અને એને રજા આપી કે ઈ તમને પવિત્ર બનાવે અને આપડે આપડી હારના વિશ્વાસી ભાઈઓથી પ્રેમ કરી હકી, એક-બીજાને આગ્રહ અને હ્રદયથી પ્રેમ કરતાં રયો.
હું જાણું છું કે, તુ શું કરશો, તુ પુરા મનથી મારું કામ કરશો, મારી ઉપર વિશ્વાસ કરવાને લીધે જઈ તને હેરાન કરવામા આવે છે તો પણ તુ સહન કરશો અને હું જાણું છું કે, તુ ખરાબ લોકોના ખોટા શિક્ષણને સહન નથી કરતો, તુ એવા લોકોને પારખે છે જે કેય છે કે, તેઓ ગમાડેલા ચેલાઓ છે પણ ખરેખર નથી, અને તે એને ખોટા જાણયા છે.
હું આ સંદેશો સાર્દિસ શહેરની મંડળીના સ્વર્ગદુતને લખું છું, આ સંદેશો એની તરફથી છે જે હાત તારાઓને પોતાના હાથમાં રાખે છે, અને જે પરમેશ્વરનાં હાત આત્માઓને મોકલે છે કે હું તારા કામોને જાણું છું, તુ જીવતો કેવા છો, પણ છો મરેલો.