પ્રકટીકરણ 22:8 - કોલી નવો કરાર8 હું યોહાન ઈ જ છું, જેણે આ બધીય વસ્તુને જોય અને હાંભળી છે અને જઈ મે હાંભળ્યું અને જોયું, તઈ મે સ્વર્ગદુતનું ભજન કરવા હાટુ દંડવત સલામ કરયા. အခန်းကိုကြည့်ပါ။ |
તઈ હું એને દંડવત સલામ કરવા હાટુ એના પગે પડયો, એણે મને કીધું કે, મને દંડવત સલામ નો કર. હું ખાલી પરમેશ્વરનો એક ચાકર છું જેવો તુ છો અને તારા ભાઈની જેમ જે ઈસુ દ્વારા પરગટ કરેલા હાસા શિક્ષણ ઉપર વિશ્વાસ કરે છે અને માંને છે ખાલી પરમેશ્વર જ છે જેનું તારે ભજન કરવુ જોયી. કેમ કે, પરમેશ્વરની આત્મા જ છે જે પરમેશ્વરનાં લોકોને ઈસુ દ્વારા બતાવવામાં આવેલા હાસનો પરચાર કરવા લાયક બનાવે છે.