પ્રકટીકરણ 22:18 - કોલી નવો કરાર18 હું યોહાન છું અને હું તમને બધાયને આ સેતવણી આપી રયો છું કે, જેઓએ હાંભળ્યુ છે જે આ સોપડીમા પેલાથી જ બતાવામા આવ્યું છે, જો કોય માણસ આમા કાય પણ ઉમેરો કરશે, જે આમા લખવામા આવ્યું છે, તો પરમેશ્વર એની ઉપર આફતના દંડને વધારી દેહે, જે આયા બતાવવામા આવી છે. အခန်းကိုကြည့်ပါ။ |
અને પછી હાત સ્વર્ગદુત જેને છેલ્લી હાત આફતોને લયને જાણ્યુ હતુ, તઈ તેઓ મંદિરથી બારે નીકળા, તેઓ શુદ્ધ, સમકદાર ધોળા લુગડા પેરેલા હતાં અને એની છાતીની સ્યારેય બાજુ હોનાની પટ્ટીઓ પણ હતી. પછી સ્યાર જીવતા પ્રાણીઓમાથી એકે દરેક સ્વર્ગદુતને પરમેશ્વર તરફથી જે સદાય જીવતા છે, ભયાનક ગુસ્સાથી ભરેલા એક-એક હોનાના પ્યાલા આપ્યા.