Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 22:14 - કોલી નવો કરાર

14 આશીર્વાદિત છે તેઓ, જે પોતાના લુગડાને ઘેટાના બસ્સાના લોહીથી શુદ્ધ બનાવી લેય છે કેમ કે, તેઓને ઈ શહેરના દરવાજાથી અંદર આવવાનો અધિકાર દેવામા આયશે અને ઈ ઝાડથી ફળ ખાવાનો અધિકાર આપવામા આયશે જે જીવન આપનાર છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 22:14
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ ઈસુએ તેઓને પાછુ કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું કે, ઘેટાઓનુ કમાડ હું છું,


બાયણુ હું છું, મારી દ્વારા અંદર આવનારાઓને તારણ આપશે, અને તેઓ અંદર બારે આવ જાવ કરે, અને ખાવા હાટુ નીણ મળશે.


જો તમે મને પ્રેમ કરો છો, તો મારી આજ્ઞાઓને માનશો.


ઈસુએ એને કીધું કે, “રસ્તો અને હાસ અને જીવન હું જ છું, મારી વગર કોય પણ બાપની પાહે નય જાય હકે.


શું તુ અમારા વડવા યાકુબથી હોતન મોટો છો?” જેણે અમને આ કુવો દીધો છે, એણે પોતે એના સંતાનો, અને પોતાના ઢોર-ઢાકરને આ કુવામાંથી પાણી પીવારુ હતું.


કોયની સુન્‍નત થય છે કા નથી થય, એનાથી કોય ફરક પડતો નથી, ખાલી પરમેશ્વરની આજ્ઞાઓ પાળવી બોવ જરૂરી છે.


તમારી આ આઝાદીથી જેઓ વિશ્વાસમાં નબળા છે તેઓ પાપમાં નો પડે ઈ હાટુ સેતતા રયો.


કેમ કે, બીજા ગમાડેલા ચેલા અને પરભુના ભાઈઓ અને પિતર વિશ્વાસી બાયુને પોતાની હારે લય જાય છે જઈ તેઓ યાત્રા કરે છે, તો મારી પાહે પણ ઈ જ અધિકાર છે.


જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્‍નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.


અને જે કોય મસીહ ઉપર આ આશા રાખે છે, ઈ પોતે ઈ જ રીતે પવિત્ર કરે છે, જેમ ઈ પવિત્ર છે.


પરમેશ્વરથી પ્રેમ કરવાનો અરથ આ છે કે, એની આજ્ઞાઓનું પાલન કરવુ, અને એની આજ્ઞાઓને પાળવી અઘરી નથી.


જે કોય પણ મારા સંદેશાને હમજવા માગે છે, એને આ સંદેશાને ધ્યાનથી હાંભળવો જોયી, જે પરમેશ્વરની આત્મા મંડળીને કેય છે, સંદેશો આ છે કે, હું ઈ લોકોને જે વિજય મેળવે છે એને સ્વર્ગના બગીસામાથી ઈ ઝાડના ફળ ખાવાની રજા આપય, જે અનંતજીવન દેય છે.


આ શહેરની સ્યારેય બાજુ એક બીજી બોવ જ ઉસી દીવાલ હતી, એમા બાર દરવાજા હતાં, અને એમાંથી દરેક દરવાજા ઉપર એક સ્વર્ગદુતની સોકી હતી, અને આ દરેક દરવાજા ઉપર એક એક એવી રીતે ઈઝરાયલ દેશના બારેય કુળોના નામ લખેલા હતા.


પણ જે કાય અશુદ્ધ હતુ, કે, પછી ઈ લોકો જે ખરાબ કરે છે અને ખોટુ બોલે છે, તેઓને પાક્કી રીતે એમા અંદર આવવાની રજા નોતી, જે લોકો આમા આવી હકે છે, ઈ એવા લોકો છે જેના નામ ઘેટાના બસ્સાની જીવનની સોપડીમા લખવામા આવ્યા હતા.


નદી ઈ શહેરના મારગની વસોવસ વહે છે અને પાણીના કોય પણ કાઠા ઉપર જીવન આપનાર ઝાડવાઓ જોય હકાય છે, આ ઝાડવામાં બાર પરકારના ફળ લાગે છે, અને દરેક મયને ઈ જુદા પરકારનું ફળ દેતુ હતુ, અને એના પાંદડા એવી દવા છે; જે પૃથ્વીના રાજ્યના દરેક જાતિના લોકોના ઘાવને હાજા કરી હકે છે.


ઈસુ પોતાના બધાય લોકોને કેય છે “આ હાંભળો! હું જલ્દી આવી રયો છું; પરમેશ્વર ઈ બધાયને બોવ જ આશીર્વાદિત કરશે, જે આ સોપડીમા લખવામાં આવેલા સંદેશાની આજ્ઞાનું પાલન કરે છે.”


મે એને કીધુ કે, “હે સાહેબ, હું નથી જાણતો પણ તુ જાણ છો.” એણે મને કીધુ કે, “આ ધોળા લુગડા પેરેલા લોકો તેઓ છે, જેઓનું મોત દુખના મોટા વખતે થયુ હતું આ ઈ લોકો છે જેઓએ ઘેટાના બસ્સાના લોહીથી પોતાને શુદ્ધ કરી લીધા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ