પ્રકટીકરણ 22:12 - કોલી નવો કરાર12 તઈ ઈસુએ કીધુ કે, “જોવ, હું જલ્દી જ આવનાર છું, અને લોકોએ જે પણ કરયુ છે ઈ પરમાણે દરેકને એના કામો પરમાણે વળતર આપવા હાટુ કે, દંડ દેવા હાટુ હું આવી રયો છું” အခန်းကိုကြည့်ပါ။ |
ઈ લોકો જે તારી ઉપર વિશ્વાસ નથી કરતાં બોવજ ગુસ્સે છે, કેમ કે, હવે ઈ વખત આવી ગયો છે કે તારો ગુસ્સો એના ઉપર આવે, અને ઈ વખત કે, તુ મરેલાનો ન્યાય કર. હવે ઈ વખત પણ છે જઈ તુ ઈ આગમભાખીયાઓને વળતર દેય જે તારી સેવા કરે છે અને ઈ બધાય લોકોને જે તને માન આપે છે, ઈ જે નબળા છે અને જે શક્તિશાળી છે જઈ કે ઈ જ વખતે તુ એને નાશ કરી દેય જેણે પૃથ્વી ઉપર વિનાશ કરયો છે.”
અને મે મરેલા લોકોને ઈ રાજગાદી હામે ઉભેલા જોયા એટલે ઈ જે મહત્વના છે અને મહત્વ વગરના છે ઈ લોકો જે દરિયામાં ડૂબીને મરયા હતાં અને કબરોના બધાય મરેલા લોકો, અને ઈ બધાય લોકો અધોલોક જગ્યાએ હતાં ઈ બધાય ઈ રાજગાદી હામે ઉભા હતાં, ઈ સોપડી ખોલવામાં આવી જેમાં ઈ લોકોના નામ લખેલા હતાં, જેની પાહે ઈ જીવન હતું જેનો કોય અંત નથી. ઈ સોપડી પણ ખોલવામાં આવી જેમાં લોકોએ જે કાય કરયુ હતું ઈ લખવામાં આવ્યું હતું અને દરેકે જે કાય કરયુ હતું ઈ પરમાણે એનો ન્યાય કરવામા આવ્યો, જે ઈ સોપડીમા લખવામાં આવ્યું હતું.