Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 22:11 - કોલી નવો કરાર

11 જે અન્યાયી છે એને અન્યાય કરવા દયો, જે ખરાબ છે એને ખરાબ રેવા દયો, ઈ જે ન્યાયી છે, એને ન્યાયી કામો કરવાનું સાલું રાખવા દયો. ઈ જે પવિત્ર છે, એને પવિત્ર રેવા દયો.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 22:11
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

તેઓને જાવા દયો; ઈ આંધળા મારગ દેખાડનારા છે, અને જો આંધળો આંધળાને દોરી હકતો નથી, જો ઈ દોરે તો બેય ખાડામાં પડશે.


અને અંજીરના ઝાડને મારગની કોરે જોયને ઈ એની પાહે ગયો, અને પાંદડાઓને છોડીને બીજુ કાય નો જોયને એને કીધુ કે, “હવેથી તમારામાં કોયદી ફળ નય આવે.” અને અંજીરનું ઝાડ તરત હુકાય ગયુ.


પણ જઈ તેઓ વેસાતી તેલ લેવા જાત્યું હતી તઈ વરરાજો આવી ગયો અને જેઓ તૈયાર હતી, તેઓ એની હારે લગન જમણવારના ઘરમાં ગય અને કમાડ બંધ કરવામાં આવ્યું.


ઈ હાટુ કે, તમે સ્વર્ગમાના બાપના દીકરાઓ થાવ કેમ કે, ઈ ભલા અને ભુંડા લોકો બધાય ઉપર પોતાના સુરજને ઉગાડે છે, ને ભલા અને ભુંડા લોકો ઉપર વરસાદ વરહાવે છે.


આશીર્વાદિત તેઓ છે જે ન્યાયપણાનું જીવન જીવવાની ઈચ્છા રાખે છે કેમ કે, પરમેશ્વર તેઓની ઈચ્છા પુરી કરશે,


ઈસુએ પાછુ લોકોને કીધું કે, “હું જાવાનો છું અને તમે મને ગોતશો, પણ તમે પોતાના પાપો માફ થયા વગર મરી જાહો. કેમ કે, જ્યાં હું જાવ છું, ન્યા તમે નય આવી હકો.”


મસીહે આવું ઈ હાટુ કરયુ જેથી ઈ આપડે બધાય વિશ્વાસુ લોકોનું એક એવું મહિમામય જૂથ બનાવી હકે જે એનાથી સબંધીત છે, એવા લોકો જેમાં સ્વાભાવિક દોષ નો હોય, પણ તેઓ પુરી રીતેથી પવિત્ર હોય; જઈ મંડળી આપણને પોતાની હાજરીમાં ભેગા કરે છે.


પણ પરમેશ્વરે હવે પોતાના દીકરા મસીહને માણસ બનાવીને અને એના વધસ્થંભ ઉપર મરણ દ્વારા તમારો પણ મેળ કરી લીધો જેથી તમને પોતાની હામે પવિત્ર અને દોષ વગરના અને ભૂલ વગરના બનાવીને હાજર કરે.


પણ ભુંડા અને દગો દેનારા માણસો તો વધારેને વધારે ભુંડા થાતા જાહે અને બીજાને છેતરવા જાતા તેઓ પોતે જ છેતરાય જાહે.


પરમેશ્વર તમને એની ઉપર વિશ્વાસમા બનાવેલા રાખવામાં શક્તિશાળી છે. ઈ તમને પોતાની હાજરીમાં પણ લય લેહે જ્યાં સરસ અંજવાળું છે તમે બોવજ રાજી થાહો અને પાપથી બસેલા રેહો.


અને મોટા કરા આભમાથી લોકો ઉપર પડયા, જેમા દરેક કરાનો વજન લગભગ 50 કિલો હતો. જેના લીધે તેઓએ પરમેશ્વરનો નકાર કરો કેમ કે, તેઓને પરમેશ્વર તરફથી એની ઉપર મોકલવામા આવેલી આફતોને લીધે ખુબ વધારે પીડા સહન કરવી પડી.


કાય પણ જે પરમેશ્વરનાં હરાપને આધીન છે ઈ શહેરમાં નય રેય, પરમેશ્વર અને ઘેટાના બસ્સાની રાજગાદી શહેરમાં હશે અને પરમેશ્વરનાં ચાકરો એનુ ભજન ન્યા કરશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ