10 એણે મને એમ હોતન કીધુ કે, “ઈ સંદેશાને ગુપ્ત નો રાખ જેની વિષે પરમેશ્વરે આ સોપડીમા આગમવાણી કરી છે કેમ કે, પરમેશ્વરનો આ સંદેશો પુરો કરવાનો વખત લગભગ આવી ગયો છે.
તમારે એમ કરવાની જરૂર છે કેમ કે, આપડે જાણી છયી આ કેવો વખત છે ઈ તમે જાણો છો. અત્યારે તમારે ઉંઘમાંથી જાગવાનો વખત આવી પૂગ્યો છે. આપડે વિશ્વાસ કરયો, તઈ કરતાં અત્યારે આપડુ તારણ વધારે ઢુંકડુ છે.
જે પણ આ વચન વાસે છે અને જે કોય એને હાંભળે છે જઈ એને જોરથી વાસવામાં આવી રયું હોય, પરમેશ્વર એનુ ભલું કરશે, જે એક ધ્યાનથી હાંભળે છે અને એની આજ્ઞાનું પાલન કરે છે, કેમ કે, ઈ વખત જલ્દી આવી રયો છે જઈ આ બાબતો થાહે.
ઈ હાતેય ગર્જના નો અવાજ હંભળાય ગયો, તઈ હું લખવા હાટુ તૈયાર હતો, પણ મે સ્વર્ગથી આ અવાજ હાંભળ્યો કે, “જે ગર્જનાએ કીધું છે એને ગુપ્ત રાખ અને આ વાતુંને લખતો નય.”
“મે, ઈસુએ, પોતાના સ્વર્ગદુતને તમારી પાહે આ વાતોનો પરચાર કરવા હાટુ મોકલ્યો છે કે, જે પરમેશ્વરનાં વિશ્વાસી મંડળીના હોય, હું દાઉદ રાજાનુ મુળ છું, મને પરોઢનો તારો એટલે બધાયથી સમકતો તારો કેવાય છે.”
હું યોહાન છું અને હું તમને બધાયને આ સેતવણી આપી રયો છું કે, જેઓએ હાંભળ્યુ છે જે આ સોપડીમા પેલાથી જ બતાવામા આવ્યું છે, જો કોય માણસ આમા કાય પણ ઉમેરો કરશે, જે આમા લખવામા આવ્યું છે, તો પરમેશ્વર એની ઉપર આફતના દંડને વધારી દેહે, જે આયા બતાવવામા આવી છે.
ઈસુ પોતાના બધાય લોકોને કેય છે “આ હાંભળો! હું જલ્દી આવી રયો છું; પરમેશ્વર ઈ બધાયને બોવ જ આશીર્વાદિત કરશે, જે આ સોપડીમા લખવામાં આવેલા સંદેશાની આજ્ઞાનું પાલન કરે છે.”
પણ એણે મને કીધુ કે, “મારું ભજન નો કર, હું તો બસ તમારી જેમ પરમેશ્વરનો ચાકર છું! હું હોતન તમારી હારના વિશ્વાસી લોકોની જેમ ચાકર છું જે આગમભાખીયા છે, અને એવા લોકોની જેમ જે આ સોપડીના સંદેશાનુ પાલન કરે છે. એની કરતાં પરમેશ્વરનુ જ ભજન કર.”