પ્રકટીકરણ 21:6 - કોલી નવો કરાર6 પછી એણે મને કીધું કે, બધુય પુરું થય ગ્યું છે. “હું આલ્ફા છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી, અને હુ જ ઓમેગા છું, જે બધીય વસ્તુઓનો અંત કરવાનું કારણ બનય. જે કોય પણ તરસો છે, હું એને પાણીના ઝરામાંથી મફ્તમાં પાણી પીવા હાટુ આપય, જે અંત વગરનું જીવન આપે છે. အခန်းကိုကြည့်ပါ။ |
જો મસીહ માણસ હાસો સિદ્ધાંત શીખવાડે છે કે, પરમેશ્વરે જે તેઓને આપ્યુ છે, તો તેઓ ઘર બાંધવાવાળાની જેમ છે જે હોનું, સાંદી અને કિંમતી પાણાઓ એવી હારી ગુણવતાવાળી વસ્તુનો ઉપયોગ કરીને પાયાનું નિર્માણ કરે છે. પણ તેઓ ખોટા શિક્ષણ શીખવાડે છે, તો તેઓ ઈ ઘર બાંધવાવાળાઓની જેમ હોય છે, જે લાકડું, ખડ અને પૂળયા જેવી ખરાબ ગુણવતાવાળી વસ્તુનો ઉપયોગ કરે છે.