Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 21:3 - કોલી નવો કરાર

3 પછી મે એક અવાજ હાંભળ્યો જે પરમેશ્વરની રાજગાદીથી જોરથી બોલવાનો હતો, એણે કીધું કે, જોવો હવેથી પરમેશ્વર માણસજાતની હારે રેહે અને તેઓ એના લોકો હશે, અને પરમેશ્વર પોતે પવિત્રજગ્યામાં એની હારે રેહે અને તેઓને પોતાના લોકોની જેમ અપનાયશે અને તેઓ એને પોતાના પરમેશ્વરનાં રૂપમાં અપનાવશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 21:3
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને ઈ શબ્દ એક માણસ બન્યો; અને કૃપા અને હાસથી પુરી રીતે થયને, પોતાની વસે એણે વસવાટ કરયો, અને બાપનો એકનો એક દીકરાને મહિમામાં અમે જોયો.


ઈસુએ એને જવાબ દીધો કે, જે કોય મને પ્રેમ કરે છે, તો ઈ મારા વચનોને માંને છે, અને મારો બાપ એને પ્રેમ કરે છે, અને આપડે એની પાહે જાહુ અને એની હારે રેહું.


પરમેશ્વરનાં મંદિરમાં મૂર્તિઓ હાટુ કોય જગ્યા નથી, કેમ કે આપણે જીવતા પરમેશ્વરનું મંદિર છયી, જેવું પરમેશ્વરે શાસ્ત્રમાં કીધું છે કે, “હું મારા લોકોમાં મારૂ ઘર બનાવય, અને એની હારે રેય, અને હું એનો પરમેશ્વર થાય, અને તેઓ મારા લોકો થાહે.”


હું તમારો બાપ થાય, અને તમે મારા દીકરા-દીકરીઓ થાહો, આયા સર્વસમર્થ પરભુ પરમેશ્વર કેય છે.”


અમે પ્રાર્થના કરી છયી કે, આપડા પરમેશ્વર બાપ અને આપડા પરભુ ઈસુ મસીહ, અમને તમારી પાહે આવીને મળવા હાટુ મોકો આપે.


પણ તેઓ હારો દેશ જેમ કે સ્વર્ગીય દેશમાં જાવાની આશા કરતાં હતા. ઈ હાટુ પરમેશ્વર ઈ લોકોના પરમેશ્વર કેવામાં નથી શરમાતો, કેમ કે તેઓએ એની હાટુ એક શહેર તૈયાર કરયુ છે.


હવે આવનાર દિવસોમાં હું ઈઝરાયલ દેશના લોકો હારે આ કરાર કરય એવું પરભુએ કીધું કે, હું મારા નિયમો એમન મનમાં મુકય, અને ઈ તેઓના હ્રદય ઉપર લખય હું તેઓનો પરમેશ્વર થાય, અને તેઓ મારા લોકો થાહે.


આપડો મુખ્ય યાજક સ્વર્ગમાં પવિત્ર જગ્યા અને ઈ હાસા મંડપમાં સેવા કરે છે, જે માણસે નય પણ પરભુએ બનાવ્યું છે.


ઈ હાતેય ગર્જના નો અવાજ હંભળાય ગયો, તઈ હું લખવા હાટુ તૈયાર હતો, પણ મે સ્વર્ગથી આ અવાજ હાંભળ્યો કે, “જે ગર્જનાએ કીધું છે એને ગુપ્ત રાખ અને આ વાતુંને લખતો નય.”


તઈ મે પાછો ઈ અવાજ હાંભળો, જેણે સ્વર્ગથી મારી હારે વાત કરી હતી, અવાજે મને કીધું, “જા, ઈ સોપડીને લય લે જે સ્વર્ગદુતના હાથમાં ખુલેલી છે જે દરીયા ઉપર અને પૃથ્વી ઉપર ઉભો છે.”


પછી મે સ્વર્ગ ઉપરથી આ મારો શબ્દ આવતો હાંભળ્યો, હવે આપડો પરમેશ્વર પોતાના લોકોનો બસાવ કરે, હવે ઈ પોતાના સામર્થ્યનો ઉપયોગ કરશે અને રાજાની જેમ રાજ્ય કરશે, હવે એના મસીહ જગત ઉપર પોતાના અધિકારનો દાવો કરશે કેમ કે, હવે શેતાન આપડા પરમેશ્વરની હાજરીમા ઉભો રહેલો આપડા સાથી વિશ્વાસી લોકો ઉપર દિવસ રાત આરોપ નય લગાડે. એને સ્વર્ગથી બારે ફેકી દેવામાં આવ્યો છે.


જે વિજય પામશે, ઈ જ મારીથી આ બધાય આશીર્વાદોને મેળવશે અને હું એનો પરમેશ્વર થાય અને ઈ મારો દીકરો હશે.


કાય પણ જે પરમેશ્વરનાં હરાપને આધીન છે ઈ શહેરમાં નય રેય, પરમેશ્વર અને ઘેટાના બસ્સાની રાજગાદી શહેરમાં હશે અને પરમેશ્વરનાં ચાકરો એનુ ભજન ન્યા કરશે.


ઈ હાટુજ તેઓ પરમેશ્વરની રાજગાદીની હામે ઉભા છે, અને તેઓ દરેક વખતે રાત-દિવસ પરમેશ્વરનાં મંદિરમાં એનુ ભજન કરે છે, અને જે રાજગાદી ઉપર બેહે છે, એની વસે રેહે અને એની દેખરેખ કરશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ