25 ઈ શહેરના બધાય દરવાજા આખો દિવસ ખુલ્લા રેય છે, ઈ કોયદી બંધ નથી થાતા કેમ કે, ન્યા કોયદી રાત નથી થાતી
આ શહેરની સ્યારેય બાજુ એક બીજી બોવ જ ઉસી દીવાલ હતી, એમા બાર દરવાજા હતાં, અને એમાંથી દરેક દરવાજા ઉપર એક સ્વર્ગદુતની સોકી હતી, અને આ દરેક દરવાજા ઉપર એક એક એવી રીતે ઈઝરાયલ દેશના બારેય કુળોના નામ લખેલા હતા.
જે સ્વર્ગદુત મારી હારે વાતો કરી રયો હતો, એની પાહે શહેરને, એના દરવાજાને અને એની દીવાલને માપવા હાટુ એક હોનાની લાકડી હતી.
ઈ શહેરમાં નો સુરજ અને નો સાંદાના તેજની જરૂર છે કેમ કે, ઈ શહેરમાં પરમેશ્વર અને ઘેટાનુ બસુ જ દીવો છે.
હવે રાત નય પડે અને શહેરના લોકોને દીવો અને સુરજના અજવાળાની જરૂરિયાત નય પડે, કેમ કે, પરમેશ્વર પોતે એની ઉપર સમકશે, તેઓએ સદાય રાજાઓના રૂપમા રાજ્ય કરયુ.