આ બાયે જાંબુડી અને લાલ લુગડા પેરેલા હતા. એણે પોતાના દેહને હોનાના ઘરેણા, કિંમતી પાણાઓ અને મોતીઓથી શણગારેલો હતો. એના જમણા હાથમા દારૂનો ભરેલો એક હોનાનો પ્યાલો પકડેલો હતો, જે એના ખરાબ કામો અને છીનાળવા દેખાડે છે.
નદી ઈ શહેરના મારગની વસોવસ વહે છે અને પાણીના કોય પણ કાઠા ઉપર જીવન આપનાર ઝાડવાઓ જોય હકાય છે, આ ઝાડવામાં બાર પરકારના ફળ લાગે છે, અને દરેક મયને ઈ જુદા પરકારનું ફળ દેતુ હતુ, અને એના પાંદડા એવી દવા છે; જે પૃથ્વીના રાજ્યના દરેક જાતિના લોકોના ઘાવને હાજા કરી હકે છે.
એની પછી, રાજગાદીની હામે કાક હતું જો કે બરફની જેમ સોખા કાસથી બનેલા દરીયા જેવું દેખાતું હતું, અને આ મોટી રાજગાદી ઈ બધાયની એકદમ વસે હતી અને એની સ્યારેય બાજુ મે સ્યાર જીવતા પ્રાણીઓ જોયા, જેની આગળ-પાછળ બોવજ આખું હતી.