Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 21:2 - કોલી નવો કરાર

2 મે પરમેશ્વરનાં પવિત્ર શહેરને પણ જોયુ, જો કે નવું યરુશાલેમ શહેર છે, જે સ્વર્ગથી પરમેશ્વર તરફથી નીસે આવી રયું હતું, ઈ શહેરને કન્યાની જેમ તૈયાર કરવામા આવ્યું હતું, જેને લુગડા પેરાવામાં આવ્યા છે અને શણગાર કરવામા આવ્યો છે અને ઈ વરરાજાની હારે લગન કરવા હાટુ તૈયાર છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 21:2
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

જેને કન્યા છે એને જ વર છે; પણ વરનો જે મિત્ર ઉભો રયને એનુ હાંભળે છે, ઈ વરના શબ્દોથી બોવ આનંદ પામે છે; ઈ હાટુ મારો ઈ આનંદ પુરેપુરા થયો છે.


કેમ કે હું ઠીક એવી જ રીતે સીંતા કરું છું કે, જેમ પરમેશ્વર તમારી સીંતા કરે છે, ઈ હાટુ મે એકમાત્ર વરરાજા મસીહની હારે તમારી હગાય પુરી કરી છે, જેનાથી હું તમને પવિત્ર કુંવારીની જેમ એની હામે હાજર કરીને હોપી દવ.


કેમ કે, જે શહેરનો પાયો સદાય રેહે, એની યોજના કરનાર અને બાંધનાર પરમેશ્વર છે, ઈ એની રાહ જોતા હતા.


પણ તેઓ હારો દેશ જેમ કે સ્વર્ગીય દેશમાં જાવાની આશા કરતાં હતા. ઈ હાટુ પરમેશ્વર ઈ લોકોના પરમેશ્વર કેવામાં નથી શરમાતો, કેમ કે તેઓએ એની હાટુ એક શહેર તૈયાર કરયુ છે.


તમે સિયોન ડુંઘરા ઉપર આવ્યા છો, જ્યાં સ્વર્ગીય યરુશાલેમ છે, જે જીવતા પરમેશ્વરનું શહેર છે. જ્યાં લાખો સ્વર્ગદુતો રાજી થાય છે,


કેમ કે, આ જગતમાં આપડુ એક જગ્યાએ ઘર નથી, પણ આપડે આવનાર તે શહેરની રાહ જોય રયા છયી જે સદાય હાટુ રેનાર છે.


આ સોપડીમા ઈ વાતુ છે જે ઈસુ મસીહે મને યોહાનને દેખાડયુ. પરમેશ્વરે આ વાતુ ઈસુને બતાવી, જેથી ઈ આ વાતુંને એના ચાકરોને બતાવે આ વાતુ જલ્દી થાહે, ઈસુએ આ વાતુ પોતાના દુતને મોકલીને મને એના ચાકર યોહાનને બતાડી.


હું, યોહાન, આ પત્ર તમને હાતેય મંડળીઓના વિશ્વાસીઓ હાટુ લખી રયો છું, જે આસિયા પરદેશમા આવેલી છે, હું પ્રાર્થના કરું છું કે તમને પરમેશ્વર તરફથી કૃપા અને શાંતિ મળે, આ ઈ જ પરમેશ્વર છે; જે વખતની શરુઆતથી લયને અત્યાર હુધી અને સદાય હાટુ નથી બડલાતા, અને પરમેશ્વરની રાજગાદીની હામે જે હાત આત્માઓ છે એની તરફથી.


હું તમારો ભાઈ યોહાન છું જે પરમેશ્વરનાં રાજ્યનો તમારી હારે ભાગીદાર છું, અને તમારી હારે પીડા અને દુખ પણ ધીરજથી સહન કરું છું કેમ કે, આપડે ઈસુના છયી, પરમેશ્વરનો સંદેશો હંભળાવવા અને ઈસુ વિષે સાક્ષી દેવાના કારણે હું પાત્મસ નામના ટાપુમાં હતો.


પણ મંદિરની બારનું આંગણું માપતો નયનો, કેમ કે ઈ બિનયહુદીઓને આપવામાં આવ્યું છે, તેઓ બેતાલીસ મયના હુધી ઈ પવિત્ર શહેર યરુશાલેમ શહેરને છુંદી નાખશે.


પરમેશ્વરનાં આત્માએ મારી ઉપર નિયંત્રણ કરી લીધું અને સ્વર્ગદૂત મને એક બોવ જ ઉસા ડુંઘરાની ટોસ ઉપર લય ગયો અને પરમેશ્વરનું પવિત્ર શહેર નવું યરુશાલેમ સ્વર્ગથી પરમેશ્વર પાહેથી નીસે ઉતરતા દેખાણું.


અને પછી ઈ હાત સ્વર્ગદુતોમાંથી એકે જેણે માણસજાત ઉપર હાત છેલ્લી આફતથી ભરેલા હાત પ્યાલા ફેકયા હતાં, મારી હારે વાત કરી એણે કીધું કે, “આયા આવ, હું તને ઈ કન્યાને દેખાડય જેના લગન જલ્દી જ ઘેટાના બસ્સાની હારે થય જાહે.”


પરમેશ્વરનો આત્મા અને ઘેટાના બસ્સાની કન્યા ઈસુને કેય છે કે, “તારે ખરેખર આવવું જોયી.” દરેક જે કોય આ હાંભળે છે, એને પણ આ કેવું જોયી, “આવ!” જે કોય તરસો છે એને આવીને ઈ પાણીને અપનાવવું જોયી જે ઉદારતાથી જીવન આપે છે.


જો કોય એવો માણસ હોય જે આ સોપડીમા પેલાથી જ બતાવામા આવેલી આગમવાણીની વાતોમાથી કાય પણ કાઢી નાખશે, તો પરમેશ્વર પણ એને ઈ ઝાડમાથી ફળ ખાવાના અધિકારને કાઢી નાખશે; જે જીવન આપે છે અને એના પવિત્ર શહેરમાં રેવાનો અધિકાર કાઢી નાખશે, જેની વિષે આ સોપડીમા પેલાથી જ બતાવવામા આવ્યું છે.


ઈ જે વિજય પામે છે, તેઓ પરમેશ્વરનાં મંદિરમા સ્તંભની જેમ હશે, જેની હું સેવા કરું છું અને હું તને કોય દિ છોડય નય, અને હું એના દેહ ઉપર મારા પરમેશ્વરનું નામ લખય અને પરમેશ્વરનાં શહેરનું નામ લખય, આ ઈજ છે જેને નવું યરુશાલેમ શહેર કેવા આવે છે જે સ્વર્ગથી છે, એટલે કે, મારા પરમેશ્વર તરફથી જે નીસે આયશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ