18 કોટ મોઘા પાણાથી બનાવવામા આવ્યો હતો, જેને યાસપિસ કેવામાં આવતો હતો શહેર હોનાથી બનાવવામા આવ્યું હતુ, જે સોખ્ખા કાસની જેવુ સમકદાર હતુ.
યરુશાલેમ શહેર પરમેશ્વર તરફથી મળનારા તેજ અજવાળાથી સમકી રયુ હતું અને એનુ અજવાળુ કિંમતી રાતા મણીના જેવું અને કાસની જેવું સોખ્ખુ હતું.
ઈ શહેરના પાયાને જુદા-જુદા કિંમતી પાણાથી શણગારેલુ હતુ, પેલા પાયાને યાસપિસ પાણાથી, બીજા નીલમ પાણાથી, ત્રીજો માણેક પાણાથી, ચોથો લીલમ પાણાથી,
બાર દરવાજા પણ, એક-એક મોતીથી બનેલા હતાં અને શહેરના મારગ, તેઓ હાસા હોનાથી બનાવવામાં આવ્યા હતાં જે કાસની જેમ સમકતા હતા.
એની પછી, રાજગાદીની હામે કાક હતું જો કે બરફની જેમ સોખા કાસથી બનેલા દરીયા જેવું દેખાતું હતું, અને આ મોટી રાજગાદી ઈ બધાયની એકદમ વસે હતી અને એની સ્યારેય બાજુ મે સ્યાર જીવતા પ્રાણીઓ જોયા, જેની આગળ-પાછળ બોવજ આખું હતી.