16 ઈ શહેર સોરસ આકારનુ હતુ; એની લંબાય એની પોળાયની બરાબર હતી. સ્વર્ગદુતે પોતાની લાકડીથી શહેરને માપ્યા પછી, બતાવ્યુ કે, આ 2,200 કિલોમીટર લાંબુ હતુ. અને એની પોળાય અને ઉસાય બેય એની લંબાયની જેટલી હરખી હતી.
જે સ્વર્ગદુત મારી હારે વાતો કરી રયો હતો, એની પાહે શહેરને, એના દરવાજાને અને એની દીવાલને માપવા હાટુ એક હોનાની લાકડી હતી.
એની પછી સ્વર્ગદુતે દીવાલની ઉસાય માપી, એણે એમ જ માપી જેમ લોકો વસ્તુઓને માપે છે. દીવાલ લગભગ 66 મીટર ઉસી હતી