આ શહેરની સ્યારેય બાજુ એક બીજી બોવ જ ઉસી દીવાલ હતી, એમા બાર દરવાજા હતાં, અને એમાંથી દરેક દરવાજા ઉપર એક સ્વર્ગદુતની સોકી હતી, અને આ દરેક દરવાજા ઉપર એક એક એવી રીતે ઈઝરાયલ દેશના બારેય કુળોના નામ લખેલા હતા.
ઈ શહેર સોરસ આકારનુ હતુ; એની લંબાય એની પોળાયની બરાબર હતી. સ્વર્ગદુતે પોતાની લાકડીથી શહેરને માપ્યા પછી, બતાવ્યુ કે, આ 2,200 કિલોમીટર લાંબુ હતુ. અને એની પોળાય અને ઉસાય બેય એની લંબાયની જેટલી હરખી હતી.