જઈ યાકુબ, પિતર અને યોહાન પીલોર જેવા ગણાતા હતા, જઈ મને પ્રાપ્ત થયેલી કૃપા તેઓએ જાણી, તેઓએ મારો અને બાર્નાબાસનો ગમાડેલો ચેલા તરીકે સ્વીકાર કરયો, કે જેથી અમે બિનયહુદીઓની પાહે જાયી અને તેઓ સુન્નતી લોકોની પાહે જાય.
પછી કોકે સ્વર્ગથી કીધુ કે, “હે સ્વર્ગમા રેનારા, બાબિલ શહેરની હારે જે થયુ છે એની ઉપર રાજી થા! તમે જે પરમેશ્વરનાં લોકો છો, જેમા ગમાડેલા ચેલાઓ અને આગમભાખીયાઓ હારે છે, રાજી થાવ. તમારે રાજી થાવુ જોયી; પરમેશ્વરે ઈ લોકોને વ્યાજબી સજા આપી છે કેમ કે, તેઓએ તમારી વિરુધ બોવ જ ખરાબ કામ કરયુ છે.”