અને મંદિર પરમેશ્વરની મહિમા અને સામર્થ્યથી આવનાર ધુવાડાથી ભરાય ગ્યુ, ન્યા હુધી કોય પણ મંદિરમા જય હક્યુ નય, જયા હુધી ઈ હાતેય આફતો પુરી નો થય ગય, જેને હાત સ્વર્ગદુત લીયાવ્યા હતા.
તઈ સ્વર્ગદુતે મને એક નદી બતાવી જેમાં જીવનનું પાણી હતું, અને ઈ પાણી કાસની જેવું સોખું હતું, અને આ પાણીનું નીકળવું પરમેશ્વર અને ઘેટાના બસ્સાની રાજગાદી છે,
અને ઈ જે રાજગાદી ઉપર બેઠો હતો ઈ કિંમતી પાણાની જેવો દેખાતો હતો. જેને અકીક અને માણેક પાણા કેવાય છે ઈ રાજગાદીની સ્યારેય બાજુ એક મેઘધનુષ હતું અને ઈ જોવામાં સમકતો લીલા નીલમ પાણાની જેવો દેખાતો હતો.
એની પછી, રાજગાદીની હામે કાક હતું જો કે બરફની જેમ સોખા કાસથી બનેલા દરીયા જેવું દેખાતું હતું, અને આ મોટી રાજગાદી ઈ બધાયની એકદમ વસે હતી અને એની સ્યારેય બાજુ મે સ્યાર જીવતા પ્રાણીઓ જોયા, જેની આગળ-પાછળ બોવજ આખું હતી.