10 પરમેશ્વરનાં આત્માએ મારી ઉપર નિયંત્રણ કરી લીધું અને સ્વર્ગદૂત મને એક બોવ જ ઉસા ડુંઘરાની ટોસ ઉપર લય ગયો અને પરમેશ્વરનું પવિત્ર શહેર નવું યરુશાલેમ સ્વર્ગથી પરમેશ્વર પાહેથી નીસે ઉતરતા દેખાણું.
જઈ ઈ તળાવમાંથી બારે આવ્યા, તઈ પરભુની આત્મા ફિલિપને ઉપાડીને લય ગય, અને ખોજાને પાછો જોવા મળો, તઈ ઈ પાછો પોતાના દેશમાં વયો ગયો, અને એનાથી બોવ રાજી થયો કે, પરમેશ્વરે મને બસાવી લીધો છે.
અઠવાડીયામાં એક દિવસે જઈ આપડે બીજા વિશ્વાસુઓની હારે પરભુનું ભજન કરી છયી. પરમેશ્વરનાં આત્માએ મને નિયંત્રણમાં કરી લીધો તઈ મે મારી પાછળ કોકને બોલતા હાંભળો. ઈ અવાજ એક રણશિંગડું વગડવાના જેવો હતો.
તઈ આત્માની મદદથી સ્વર્ગદુત મને વગડામાં લય ગયો, આત્માએ મને પોતાના નિયંત્રણમાં કરી લીધો અને ન્યા મે એક બાયને જોય, જે એક હિંસક પશુ ઉપર બેઠીતી, જે લાલ રંગનો હતો. એના હાત માથા અને દસ શીંગડા હતાં, એના દેહ ઉપર ઈ નામો લખેલા હતાં, જે પરમેશ્વરનું અનાદર કરે છે,
મે પરમેશ્વરનાં પવિત્ર શહેરને પણ જોયુ, જો કે નવું યરુશાલેમ શહેર છે, જે સ્વર્ગથી પરમેશ્વર તરફથી નીસે આવી રયું હતું, ઈ શહેરને કન્યાની જેમ તૈયાર કરવામા આવ્યું હતું, જેને લુગડા પેરાવામાં આવ્યા છે અને શણગાર કરવામા આવ્યો છે અને ઈ વરરાજાની હારે લગન કરવા હાટુ તૈયાર છે.
ઈ જે વિજય પામે છે, તેઓ પરમેશ્વરનાં મંદિરમા સ્તંભની જેમ હશે, જેની હું સેવા કરું છું અને હું તને કોય દિ છોડય નય, અને હું એના દેહ ઉપર મારા પરમેશ્વરનું નામ લખય અને પરમેશ્વરનાં શહેરનું નામ લખય, આ ઈજ છે જેને નવું યરુશાલેમ શહેર કેવા આવે છે જે સ્વર્ગથી છે, એટલે કે, મારા પરમેશ્વર તરફથી જે નીસે આયશે.