પ્રકટીકરણ 20:8 - કોલી નવો કરાર8 જઈ હજાર વરહ પુરા થાહે તો સ્વર્ગદુત શેતાનને જ્યાં ઈ બંધાયેલો છે ન્યાથી છોડી દેહે અને ઈ એવા દેશોને દગો દેવા હાટુ બારે આવી જાહે જે આખા જગતમાં ફેલાયેલા છે આ દેશનાં લોકોને ગોગ અને માગોગ કેવામાં આવે છે, શેતાન એને બધાયને એક જગ્યાએ ભેગા કરશે જ્યાં ઈ યુદ્ધ કરશે, ઈ ઘણાય બધાય હશે જેમ કે, દરિયાની રેતીની જેમ એને કોય ગણી નય હકે. အခန်းကိုကြည့်ပါ။ |
એની પછી, મે સ્યાર સ્વર્ગદુતોને જગતના સ્યારેય ખૂણામા ઉભેલા જોયા, એક ઉત્તર દિશામા, એક દક્ષિણ દિશામા, એક પૂર્વ દિશામા અને એક પશ્ચિમ દિશામા આ સ્વર્ગદુતોને જગતમાં મુશ્કેલીઓથી નુકશાન કરવાનો પરમેશ્વર તરફથી અધિકાર મળેલો હતો, પછી ઈ દરીયામાં હોય કે પૃથ્વી ઉપર એણે જગતના સ્યારેય ખૂણેથી હવાને રોકી લીધી જેથી દરીયામા અને પૃથ્વી ઉપર અને કોય પણ ઝાડ ઉપર હવા હાલે નય. મે એકબીજા સ્વર્ગદુતને ઉગમણી દિશાથી પરગટ થાતા જોયો, એની પાહે પરમેશ્વર જે સદાય જીવે છે એની એક મુદ્રા હતી. ઈ સ્વર્ગદુતે ઉસા અવાજથી ઈ સ્યાર સ્વર્ગદુતોને હાક મારીને કીધું કે,