Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 20:6 - કોલી નવો કરાર

6 આશીર્વાદિત અને પવિત્ર ઈ છે, જેને આ પેલી જ વારમા ફરીથી મરેલામાંથી જીવતા થયા છે, એવા ઉપર બીજા મોતનો કોય અધિકાર નથી, પણ ઈ પરમેશ્વર અને મસીહના યાજક હશે અને એની હારે હજાર વરહ હુધી રાજ્ય કરશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 20:6
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુ હારે જે ખાનારા બેઠા હતાં, એમાંથી કોય એક માણસે આ વાત હાંભળીને કીધું કે, “પરમેશ્વરનાં રાજ્યમાં જે ખાવાનું ખાહે ઈ આશીર્વાદિત છે!”


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમને પરમેશ્વરની દયાને યાદ કરાવીને વિનવણી કરું છું કે, પોતાના દેહનુ જીવતુ, અને પવિત્ર, અને પરમેશ્વરને ગમે એવુ બલિદાન કરો, ઈ જ તમારુ ભજન કરવાનું હાસું કારણ છે.


અને જો બાળકો છયી, તો વારસ પણ પરમેશ્વરનાં વારસ અને મસીહના સાથી વારસ છયી, જો આપડે ઈસુની જેમ દુખ સહન કરી તો આપડે એની મહિમામાં પણ ભાગીદાર થાહું.


જો આપડે દુખ સહન કરતાં રેહુ, તો ઈસુ મસીહની હારે રાજ પણ કરશું, પણ જો આપડે કેયી કે, અમે મસીહને નથી ઓળખતા, તો ઈ પણ બોલશે કે આપડે એના નથી.


તમે પરમેશ્વરનાં ગમાડેલા લોકો છો, તમે પરમેશ્વરનાં યાજક છો, જે રાજા છે, તમે પરમેશ્વરની પ્રત્યે સમર્પિત લોકો છો, અને એવા લોકો જે પરમેશ્વરનાં ખાસ છે, એણે તમને અંધારામાંથી બારે પોતાના અદભુત અંજવાળામાં ગમાડીયા છે, જેથી તમે પરમેશ્વરનાં અદભુત કામોને જાહેર કરી હકો.


એણે આપણને એક રાજ્ય બનાવી દીધુ છે. અને પરમેશ્વર બાપ હાટુ યાજકો બનાવ્યાં. એની મહિમા અને અધિકાર સદાસર્વકાળ હાટુ રેય, આમીન.


ફરીથી મે સ્વર્ગથી કોયને બોલતા હાંભળ્યો અને એણે મને કીધુ કે, આ વાતોને આયા લખ, હવેથી, ઈ લોકો આશીર્વાદિત છે જે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરતી વખતે મરી જાય છે. તઈ પરમેશ્વરની આત્માએ એનાથી સહમત થયને કીધુ કે, “આ હાસુ છે, તેઓ આશીર્વાદિત છે કેમ કે, તેઓ પોતાની ખુબ મહેનતથી આરામ પામશે અને તેઓએ જે કામ કરયા છે એની હાટુ તેઓને વળતર દેવામાં આયશે.”


જે કોય પણ મારા સંદેશાને હમજવા માગે છે, ઈ એવી વાતુને ધ્યાનથી હાંભળે જે પરમેશ્વરનો આત્મા મંડળીઓને કેય છે, બધાય લોકો જે ભૂંડાઈને હરાવી દેય છે, ઈ કોયદી બીજીવાર નય મરે.”


ઈ બધાય લોકોને જેનું નામ જીવની સોપડીમા લખેલુ નોતુ તેઓને આગની ખાયમાં ફેકી દેવામાં આવ્યા, એની પછી હવે કોય મોત નથી હવે અધોલોક નથી કેમ કે, ઈ જેના નામ જીવની સોપડીમા નોતા લખવામાં આવ્યા એને આગના દરિયામાં ફેકી દેવામાં આવ્યા આને જ બીજુ મોત કેવામાં આવે છે જે આગના દરિયામાં દંડ છે.


પણ જે સતાવણીની બીકથી મને છોડી દેય છે અને મારી ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે એને ગંધકની આગમાં ફેકી દેવામાં આયશે, એવી જ રીતે એને પણ જે ભુંડુ કરે છે અને હત્યાઓ કરે છે અને છીનાળવાઓ કરે છે અને પોતાના સાથીઓની હારે મેલી વિદ્યા કરે છે અને મૂર્તિનું ભજન કરે છે અને બધુય ખોટુ બોલનારા એને પણ ગંધકની આગમાં નાખી દેવામાં આયશે, આને જ બીજુ મોત કેવાય છે.”


હવે રાત નય પડે અને શહેરના લોકોને દીવો અને સુરજના અજવાળાની જરૂરિયાત નય પડે, કેમ કે, પરમેશ્વર પોતે એની ઉપર સમકશે, તેઓએ સદાય રાજાઓના રૂપમા રાજ્ય કરયુ.


ઈસુ પોતાના બધાય લોકોને કેય છે “આ હાંભળો! હું જલ્દી આવી રયો છું; પરમેશ્વર ઈ બધાયને બોવ જ આશીર્વાદિત કરશે, જે આ સોપડીમા લખવામાં આવેલા સંદેશાની આજ્ઞાનું પાલન કરે છે.”


હું દરેકને જે શેતાન ઉપર વિજય પામે છે, મારી હારે કે, રાજગાદી ઉપર બેહીને રાજ્ય કરવાનો અધિકાર આપય, જેમ મે શેતાનને જીતી લીધો અને હવે મારા બાપની હારે રાજગાદી ઉપર બેહીને રાજ્ય કરું છું


તમે એને એવા લોકો બનાવી દીધા છે જેની ઉપર અમારો પરમેશ્વર રાજ્ય કરે છે અને એની સેવા કરવા હાટુ એને યાજક બનાવી દીધા. ઈ પૃથ્વી ઉપર રાજ્ય કરશે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ