5 આ ઈ જ હતાં જે ફરીને મરેલામાંથી જીવતા થયા જઈ પરમેશ્વરે પેલીવાર મરેલા લોકોને ફરીથી જીવાડા. બાકીના વિશ્વાસી જે મરી ગયા હતાં ઈ ફરીથી જીવતા નો થયા, જ્યાં હુધી એક હાજર વરહ પુરા નો થયા.
કેમ કે, પરભુ ઈસુ પોતે જ સ્વર્ગમાંથી આયશે, તઈ હુકમ કરવામા આયશે, અને પ્રમુખ દૂતનો અવાજ હંભળાહે, અને પરમેશ્વરનાં રણશિંગડાનો અવાજ હંભળાહે, તઈ જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરીને મરી ગયા છે, ઈ પેલા જીવતા થય જાહે.
તઈ હાતમા સ્વર્ગદુતે પોતાનુ રણશિંગડું વગાડુ અને મોટા અવાજો સ્વર્ગમા બોલ્યા અને કીધું કે, “જગતનુ રાજ્ય આપડા પરભુ પરમેશ્વર અને એના મસીહનું રાજ્ય બની ગ્યુ છે અને ઈ સદાય હાટુ રાજ્ય કરશે.”