યાદ કરો કે, પરભુએ ઈ દુતોને કેવી રીતે સજા આપી, જેઓએ પોતાની જવાબદારીઓને નિભાવી નય અને પોતાના મળેલા સ્થાનોને છોડી દીધા. પરભુએ ઈ દુતોને અનંતકાળની અંધારી જગ્યામાં રાખ્યા છે અને એવી બેડીયુથી બાંધ્યા છે, જેને કોય તોડી હકતા નથી, જેથી મહાન દિવસે એનો ન્યાય થય હકે.
પછી મે એકબીજા બળવાન સ્વર્ગદુતને, વાદળાથી ઘેરાયેલો સ્વર્ગથી ઉતરતા જોયો અને એક મેઘધનુષ એના માથાની સ્યારેય બાજુ હતો અને એનુ મોઢુ સુરજની જેવું સમકતું હતું અને એના પગ હળગતા થાંભલાની જેવા હતાં,