હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમારી વિષે આપડે પરમેશ્વરનો આભાર સદાય માનવો જોયી, અને એવુ કરવુ ઈ આપડી હાટુ હાસુ છે કેમ કે, ઈસુ મસીહ ઉપર તમારો વિશ્વાસ બોવ વધતો જાય છે, અને એકબીજા ઉપર તમારો પ્રેમ બોવજ વધતો જાય છે.
પણ મને તારા વિષે થોડીક ફરિયાદ છે કેમ કે, તુ એવા લોકોનો વિરોધ નથી કરતો જે ખોટુ શિક્ષણ આપે છે, જેવી રીતેથી આગમભાખીયા બલામે ભૂતકાળમાં આપ્યુ હતુ. બલામે રાજા બાલાકને શિખવાડયુ કે ઈઝરાયલ દેશના લોકોને પાપ કરવા હાટુ લોભાવવા શું કરવુ જોયી. એણે તેઓને શીખવ્યુ કે, મૂર્તિઓને સડાવેલુ નીવેદ ખાવુ અને છીનાળવા કરવા.
પણ, હું તમારા દ્વારા કરવામા આવી રહેલી થોડીક વસ્તુઓ ઉપર ગુસ્સે છું, રાણી ઈઝબેલ જે ઘણાય વખત પેલા રેતી હતી, એના જેવી એક બાય તમારી વસે છે, ઈ પોતાની જાતને આગમભાખી કેય છે પણ મારા વિશ્વાસીઓને ખોટુ શિક્ષણ આપે છે, ઈ એને છીનાળવા કરવાનું અને મૂર્તિઓને સડાવેલ નીવેદ ખાવાનું શિક્ષણ આપે છે.