ઈ હાટુ અમે આગમભાખીયાઓ દ્વારા લખાયેલા શાસ્ત્રમા બોવજ વધારે વિશ્વાસુ છયી, જો તમે આ સંદેશ ઉપર ધ્યાન આપશો, તો તમે એક હારું કામ કરશો, કેમ કે આ એક મશાલની જેમ છે જે અંધારાની જગ્યાએ સમકે છે, જયા હુધી કે દિવસ નથી નીકળતો અને મસીહનુ અંજવાળું તમારા હ્રદયમાં સમકે છે, જે રીતેથી પરોઢનો તારો જગતમાં અંજવાળું લીયાવે છે.