27 હું એને રાજ્ય કરવાનો ઈજ અધિકાર આપય, જેવો કે મારા બાપે મને આપ્યો છે, એનુ રાજ્ય લોઢાંની જેમ મજબુત હશે, જે તૂટતું નથી, અને એના દુશ્મનો તૂટેલા ધૂળના વાસણોની જેમ હશે.
મારા બાપે મને બધુય હોપ્યુ છે, અને કોય જાણતું નથી કે, દીકરો કોણ છે ઈ પરમેશ્વર બાપ સિવાય બીજુ કોય જાણતું નથી, અને બાપ કોણ છે ઈ પણ કોય જાણતું નથી, ખાલી દીકરાને અને ઈ જેની ઉપર દીકરો પરગટ કરવા ઈચ્છે, એની વગર બીજુ કોય જાણતું નથી.
તો હવે, જઈ પરમેશ્વરનું રાજ્ય બધાયની ઉપર આયશે, તઈ હું તમારી બધાયની જેમ મારા બાપે મને રાજાની જેમ રાજ્ય કરવા હાટુ નીમ્યો છે, એમ જ હું તમને એક શક્તિશાળી અધિકારી બનાવય.
હે બાપ, હું ઈચ્છું કે, જેઓને તે મને આપ્યુ છે, જ્યાં હું છું, ન્યા તેઓ પણ મારી હારે રય કે, તે મારી ઈ મહિમાને જોય, જે તે મને આપી છે, કેમ કે તે જગતની ઉત્પન થયા પેલા મને પ્રેમ કરયો છે.
તઈ ઈ બાયે એક છોકરાને જનમ આપ્યો પણ એને અજગર ખાય નો હકયો કેમ કે, એને તરત આસકી લીધો અને પરમેશ્વર એને એની રાજગાદી ઉપર લીયાવો, ઈ છોકરો એક લોઢાંની લાકડીથી બધાય દેશોના લોકો ઉપર રાજ કરશે.