પ્રકટીકરણ 2:24 - કોલી નવો કરાર24-25 પણ થુઆતૈરામાં તમે બાકીના લોકોએ ઈ ખોટા શિક્ષણનું અનુસરણ નથી કરયુ, તમે એમા ભાગ નથી લીધો જેને એના ચેલાઓ શેતાનની ઊંડી વાતો કેય છે. હું તમને કવ છું કે, હું તમારી ઉપર કોય બીજી મહત્વની આજ્ઞા નથી હોપતો, સીવાય એની કે, જ્યાં હુધી હું નથી આવતો ન્યા હુધી મારી ઉપર દ્રઢતાથી વિશ્વાસ કરવાનું સાલું રાખો. အခန်းကိုကြည့်ပါ။ |
એણે આ સમત્કાર પેલા હિંસક પશુ તરફથી કરયા. આવુ કરવાથી એણે પૃથ્વીના લોકોને દગો દીધો, તો તેઓએ વિસારુ કે આપડે પેલા હિંસક પશુનુ ભજન કરવુ જોયી. પણ આવુ ઈ હાટુ થયુ કેમ કે, પરમેશ્વરે આવુ થાવા દીધુ. બીજા હિંસક પશુએ પૃથ્વી ઉપર રેનારા લોકોને પેલા હિંસક પશુની આગેવાની કરવા હાટુ એક મૂર્તિ બનાવવાનુ કીધુ, ઈ જે જીવતો હતો, જો કે કોયે એને એક તલવારથી મારી નાખ્યો હતો.
હું જાણું છું કે, તારું શહેર શેતાનના કબજામાં છે, છતાય તે મારી ઉપરનાં વિશ્વાસને મજબુતીથી પકડી રાખ્યો છે અને તે મારા શિક્ષણને છોડયું નથી, ન્યા હુધી કે તોય પણ નય જઈ બોવ વખત પેલા આંતિપાસની હત્યા કરવામા આવી હતી. ઈ મારા વચનનો પરચાર કરવામા વિશ્વાસ લાયક હતો, ઈ હાટુ એને તારા શહેરમાં મારી નાખવામા આવ્યો જે શેતાનના કબજામા છે.