પ્રકટીકરણ 2:23 - કોલી નવો કરાર23 હું ઈ લોકોને મારી નાખય જે એના શિક્ષણનું અનુસરણ કરે છે, અને બધીય મંડળીઓ જાણી લેહે કે હું જ છું જે દરેક વ્યક્તિના મનના વિચારોને અને હેતુને પારખુ છું હું તમારામાના દરેકને એના કામ પરમાણે ફળ આપય. အခန်းကိုကြည့်ပါ။ |
ઈસુએ ત્રીજીવાર પુછયું કે, “સિમોન, યોહાનના દીકરા, શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” તઈ પિતર ઉદાસ થયો ઈ હાટુ કે, એણે ત્રીજીવાર એને પુછયું કે, “શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” અને પિતરે જવાબ દીધો કે, “હે પરભુ, તમને બધુય ખબર છે તમે આ જાણો છો કે, હું તમારી ઉપર પ્રેમ રાખું છું” ઈસુએ એને કીધું કે, “મારા ઘેટાઓને સરાવ.”
અને મે મરેલા લોકોને ઈ રાજગાદી હામે ઉભેલા જોયા એટલે ઈ જે મહત્વના છે અને મહત્વ વગરના છે ઈ લોકો જે દરિયામાં ડૂબીને મરયા હતાં અને કબરોના બધાય મરેલા લોકો, અને ઈ બધાય લોકો અધોલોક જગ્યાએ હતાં ઈ બધાય ઈ રાજગાદી હામે ઉભા હતાં, ઈ સોપડી ખોલવામાં આવી જેમાં ઈ લોકોના નામ લખેલા હતાં, જેની પાહે ઈ જીવન હતું જેનો કોય અંત નથી. ઈ સોપડી પણ ખોલવામાં આવી જેમાં લોકોએ જે કાય કરયુ હતું ઈ લખવામાં આવ્યું હતું અને દરેકે જે કાય કરયુ હતું ઈ પરમાણે એનો ન્યાય કરવામા આવ્યો, જે ઈ સોપડીમા લખવામાં આવ્યું હતું.