ક્યાક એવું નો થાય કે, જઈ હું પાછો આવય, તો મારો પરમેશ્વર મારુ અપમાન કરે અને મારે બોવ બધા હાટુ પછી હોગ પાળવો પડે, જેઓએ પેલા પાપ કરયુ હતું, અને તે ખરાબ કામો, અને છીનાળવા, વાસનાભરાથી, જે તેઓએ કરયુ, એની હાટુ પસ્તાવો નથી કરયો.
પૃથ્વીના રાજાઓએ એની હારે છીનાળુ અને મૂર્તિપૂજક રૂપે કામ કરયુ છે. પૃથ્વીના લોકોએ હોતન એવી રીતે છીનાળુ કરયુ. આ એવુ હતું; જેમ કે એણે દ્રાક્ષારસ પીધો હોય જે એણે એને દીધો.”
આ ઈ કારણે થાહે કેમ કે, ઈ બાયે જે બાબીલોન શહેર છે, દરેક રાજ્યોના બધાય લોકોને ઈ દ્રાક્ષારસ પીધો છે જે એની મૂર્તિઓનુ ભજન છે, આખી પૃથ્વીના રાજા એના ભુંડા કામોમા ભેગા છે. પૃથ્વીના વેપારીઓ ઈ બાયની વૈભવી વસ્તુઓની ઈચ્છાના લીધે ધનવાન થય ગયા છે.
યાદ કર કે, તુ શરૂઆતમાં મને કેમ પ્રેમ કરતો હતો, અને હવે તુ મને એવી રીતે પ્રેમ નથી કરતો. આ વાતથી પસ્તાવો કર અને મને એવી જ રીતે પ્રેમ કરવાનું સાલું રાખ જેમ તુ શરૂઆતમાં કરતો હતો. અને જો તુ પસ્તાવો નય કર, તો તારી દીવીને એની જગ્યાએથી હું આઘી કરી દેય.