18 થુઆતૈરા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, “હું, પરમેશ્વરનો દીકરો જેની આખું આગની જ્વાળાની જેમ છે, અને જેના પગ પીતળની જેમ સમકે છે જેમ તેજ ગરમ આગમાં સમકે છે.” ઈ આ કેય છે,
ઈ બોલતો હતો, એટલામાં એક વાદળો આવ્યો અને એના છાયાથી તેઓને ઢાંકી દીધા અને ઈ વાદળામાંથી પરમેશ્વરની એવી વાણી થય કે, “આ મારો વાલો દીકરો છે, એની ઉપર હું રાજી છું, એનું હાંભળો.”
તઈ ફોજદાર અને એની હારે જેઓ ઈસુનું ધ્યાન રાખતા હતા, તેઓ ધરતીકંપ અને જે જે થયુ, ઈ જોયને બોવ બીય ગયા અને કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.”
સ્વર્ગદુતે એણે જવાબ આપ્યો કે, “પવિત્ર આત્મા તારા ઉપર આયશે, અને પરાત્પરનું પરાક્રમ તારી ઉપર છાયો કરશે, એટલે જે બાળક તારાથી જનમશે, ઈ પવિત્ર છે, અને ઈ પરમેશ્વરનો દીકરો કેવાહે.
કેમ કે, પરમેશ્વરે જગતના લોકોથી એટલો પ્રેમ કરયો કે, એણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોય એની ઉપર વિશ્વાસ કરે, એનો નાશ નો થાય, પણ ઈ અનંતકાળનું જીવન પામે.
જે પરમેશ્વરનાં દીકરા ઉપર વિશ્વાસ રાખે છે, એની ઉપર સજાની આજ્ઞા નથી થાતી, પણ જે એની ઉપર વિશ્વાસ નથી કરતો, ઈ અપરાધી ઠરી સુક્યો છે કેમ કે, પરમેશ્વરનાં એકનાં એક દીકરા ઉપર વિશ્વાસ નથી કરયો.
હું તમને હાસે હાસુ કવ છું કે, ઈ વખત આવી ગયો છે, અને અત્યારે જ આવી ગયો છે, જઈ મરેલા લોકો પરમેશ્વરનાં દીકરાનો અવાજ હાંભળશે, અને જે કોય હાંભળે છે ઈ સદાય જીવતો રેહે.
એણે મને ઈ હોતન કીધું કે, એફેસસ શહેરની મંડળીના સ્વર્ગદુતને આ સંદેશો લખ કે, હું ઈ જ છું; જે પોતાના જમણા હાથમાં હાત તારા રાખું છું, અને જે હોનાની હાત દીવીઓની વસે હાલું છું હું તમને આ કવ છું
પણ થુઆતૈરામાં તમે બાકીના લોકોએ ઈ ખોટા શિક્ષણનું અનુસરણ નથી કરયુ, તમે એમા ભાગ નથી લીધો જેને એના ચેલાઓ શેતાનની ઊંડી વાતો કેય છે. હું તમને કવ છું કે, હું તમારી ઉપર કોય બીજી મહત્વની આજ્ઞા નથી હોપતો, સીવાય એની કે, જ્યાં હુધી હું નથી આવતો ન્યા હુધી મારી ઉપર દ્રઢતાથી વિશ્વાસ કરવાનું સાલું રાખો.