Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 2:14 - કોલી નવો કરાર

14 પણ મને તારા વિષે થોડીક ફરિયાદ છે કેમ કે, તુ એવા લોકોનો વિરોધ નથી કરતો જે ખોટુ શિક્ષણ આપે છે, જેવી રીતેથી આગમભાખીયા બલામે ભૂતકાળમાં આપ્યુ હતુ. બલામે રાજા બાલાકને શિખવાડયુ કે ઈઝરાયલ દેશના લોકોને પાપ કરવા હાટુ લોભાવવા શું કરવુ જોયી. એણે તેઓને શીખવ્યુ કે, મૂર્તિઓને સડાવેલુ નીવેદ ખાવુ અને છીનાળવા કરવા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 2:14
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

જગતના લોકોને અફસોસ છે! કારણ કે, જે વસ્તુઓને કારણે લોકો પાપ કરે છે આવી વસ્તુઓ તો બનાવવાની જરૂર છે. પણ ઈ માણસને અફસોસ છે જે બીજાને પાપ કરાવવામાં જવાબદાર છે!


એટલે કે, તમારે આ નીવેદ ખાવું નય, જે લોકોએ મૂર્તિઓને સડાવ્યું છે, અને છીનાળવા નો કરવા અને ગળુ દબાવીને મરેલા જનાવરોનું માસ ખાવું નય અને એનુ લોહી પીવું નય. એનાથી છેટા રયો તો તમારુ ભલું થાહે. તમે કુશળ થાવ.”


પણ ઈ બિનયહુદીઓ વિષે જેઓએ વિશ્વાસ કરયો છે, આપડે આ ઠરાવને લખી મોકલ્યો છે કે, તેઓ ઈ નીવેદ નો ખાય જે લોકોએ મૂર્તિઓને સડાવ્યું છે, અને ગળુ દબાવીને મારેલા જનાવરનું માસ નો ખાતા અને એનુ લોહી પણ નો પીતા અને છીનાળવા નો કરતાં, અને આવા કામોથી આઘા રેજો.


પછી રાજા દાઉદ પણ કેય છે કે, “તેઓની મેજ તેઓની હાટુ જાળ, ફાંસો, ઠોકર અને બદલો થાય.


આપડે એક-બીજાનો ન્યાય કરવાનું બંધ કરી. એને બદલે એવો નિર્ણય કરી કે, આપડે આપડા વિશ્વાસી ભાઈને ઠોકરરૂપ થાયી નય, અને ઈ પાપમાં પડે એવુ કોય કામ કરી નય.


હારું તો ઈ છે કે, માંસ નો ખાવું, દ્રાક્ષારસ નો પીવો, અને કાય એવુ નો કરવુ, જેનાથી તારો ભાઈ પાપમાં પડે.


આવું હુકામ થયુ? ઈ હાટુ કે, તેઓએ વિશ્વાસની બડલે કામો ઉપર આધાર રાખ્યો. એણે ઠેય ખવડાવનારા પાણાની ઠેય ખાધી.


પણ આપડે વધસ્થંભ ઉપર જડાયેલા મસીહને પરગટ કરી છયી, જે યહુદીઓ હાટુ ઠોકરનું કારણ છે અને બિનયહુદીઓ હાટુ મુરખતા છે.


પણ છીનાળવા નો થાય ઈ હાટુ દરેક માણસે અને બાયે લગન કરવા.


લગનને માન આપો અને પથારી પવિત્ર રાખો, કેમ કે પરમેશ્વર લંપટો અને છીનાળવા કરનારાઓનો ન્યાય કરશે.


અને વળી શાસ્ત્રમા એવુ હોતન લખેલુ છે કે, “આ પાણો લોકોને ઠેય ખાવાનું કારણ બનશે. આ એક ખડક છે, જે એના પડવાનું કારણ થાહે.” ઈ એવી રીતે પડે છે કેમ કે, તેઓ પરમેશ્વરનાં સંદેશાને માનવાની ના પાડે છે. પરમેશ્વરે એની હારે આવું થાવાની યોજના બનાવી છે.


તેઓએ ઈ કરવાનું બંધ કરી દીધુ છે, જે હાસુ છે, અને તેઓને એની જેવું ખરાબ કામ કરવાનું સાલું કરી દીધુ છે, જેમ કે, બેઓરના દીકરા બલામે ઘણાય વખત પેલા કરયુ હતું, એણે અન્યાયથી રૂપીયા કમાવાનું ગમાડુ હતું.


પરમેશ્વર ઈ લોકોને બોવ જ કઠણ સજા દેહે જે આવા કામ કરે છે ઈ એવો વ્યવહાર કરે છે જેવું કાઈને કરયુ ઈ એમ જ પાપ કરે છે જેવું પાપ બલામે રૂપીયા હાટુ કરયુ હતું અને ઈ કોરાહની જેમ મરી જાહે જેણે મૂસાની વિરુધ બળવો કરયો.


પણ, હું તમારા દ્વારા કરવામા આવી રહેલી થોડીક વસ્તુઓ ઉપર ગુસ્સે છું, રાણી ઈઝબેલ જે ઘણાય વખત પેલા રેતી હતી, એના જેવી એક બાય તમારી વસે છે, ઈ પોતાની જાતને આગમભાખી કેય છે પણ મારા વિશ્વાસીઓને ખોટુ શિક્ષણ આપે છે, ઈ એને છીનાળવા કરવાનું અને મૂર્તિઓને સડાવેલ નીવેદ ખાવાનું શિક્ષણ આપે છે.


મને તારી ઉપર ગુસ્સો આવે છે કેમ કે, તે મને પ્રેમ કરવાનું બંધ કરી દીધુ, જેવો તુ શરૂઆતમાં કરતો હતો.


પણ જે સતાવણીની બીકથી મને છોડી દેય છે અને મારી ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે એને ગંધકની આગમાં ફેકી દેવામાં આયશે, એવી જ રીતે એને પણ જે ભુંડુ કરે છે અને હત્યાઓ કરે છે અને છીનાળવાઓ કરે છે અને પોતાના સાથીઓની હારે મેલી વિદ્યા કરે છે અને મૂર્તિનું ભજન કરે છે અને બધુય ખોટુ બોલનારા એને પણ ગંધકની આગમાં નાખી દેવામાં આયશે, આને જ બીજુ મોત કેવાય છે.”


પણ જે લોકો શરમજનક કામો, મેલી વિદ્યા, છીનાળવા, હત્યા, મૂર્તિનું ભજન કરે છે અને જે દરેક પરકારનું ખોટુ ઈચ્છે છે અને એવુ કામ કરે છે ઈ લોકો કોયદી પણ શહેરમાં અંદર નય આવી હકે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ