Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 19:6 - કોલી નવો કરાર

6 પછી મે જે હાંભળુ ઈ બોવ મોટા ટોળાનાં લોકોની રાડ નાખવાનો અવાજ લાગતો હતો, ઈ દરિયાની વિળોના અવાજ જેવો જોરદાર હતો અને વાદળાની ગડગડાહટ જેવો હતો એણે કીધું, “આવો આપડે પરમેશ્વરની મહિમા કરી, જે આપડા સર્વશક્તિશાળી પરમેશ્વર રાજા છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 19:6
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને અમને પરીક્ષણમાં નો લાવ, પણ શેતાનથી અમને બસાવ. કેમ કે, રાજય અને પરાક્રમ અને મહિમા સદાય હાટુ તમારા જ છે. આમીન.


એના પગ પીતળની જેમ સમકતા હતાં, જેમ તેજ ગરમ આગ સમકે છે, જઈ ઈ બોલ્યો તો એનો અવાજ બોવ જ જોરદાર હતો, જેમ કેટલીય નદીયુંનો અવાજ જે ઘણાય જોરથી વહી રયો હતો.


પરમેશ્વર જાહેર કરે છે કે, “હું આલ્ફા છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી, અને હુ જ ઓમેગા છું, જે બધીય વસ્તુઓનાં અંતનુ કારણ બનય. હુ ઈ જ છું; જે હાજર છે, જે સદાયથી હાજર હતો, અને જે સદાય હાજર રેહે. હું ઈ જ છું; જે બધીય વસ્તુઓ ઉપર અને બધાય લોકો ઉપર રાજ્ય કરું છું.”


પછી મે સ્વર્ગ ઉપરથી આ મારો શબ્દ આવતો હાંભળ્યો, હવે આપડો પરમેશ્વર પોતાના લોકોનો બસાવ કરે, હવે ઈ પોતાના સામર્થ્યનો ઉપયોગ કરશે અને રાજાની જેમ રાજ્ય કરશે, હવે એના મસીહ જગત ઉપર પોતાના અધિકારનો દાવો કરશે કેમ કે, હવે શેતાન આપડા પરમેશ્વરની હાજરીમા ઉભો રહેલો આપડા સાથી વિશ્વાસી લોકો ઉપર દિવસ રાત આરોપ નય લગાડે. એને સ્વર્ગથી બારે ફેકી દેવામાં આવ્યો છે.


અને મે સ્વર્ગમાંથી કોકનો અવાજ હાંભળ્યો જે ઝરણાના ગરજવાના જેવો તેજ, કે ગડગડાહટની અવાજ જેવો ઉસો હતો. સંગીતકારો દ્વારા એની વીણા વગાડવાથી નીકળે એવા સંગીતની જેમ લાગતુ હતુ.


જઈ તાકાતવર સ્વર્ગદૂતે બોલવાનું પુરું કરયુ; તઈ મે જે હાંભળુ ઈ આવી રીતે હતું, જેમ સ્વર્ગમા બોવ બધાય લોકો ગાતા હોય કે, હાલેલુયા તારણ અને મહિમા અને સામર્થ્ય આપડા પરમેશ્વરની હોય.


અને સોવીસ વડીલો અને સ્યારેય જીવતા પ્રાણીઓએ દંડવત સલામ કરીને પરમેશ્વરનું ભજન કરયુ; જે રાજગાદી ઉપર બેઠો હતો, અને કીધું “આમીન! હાલેલુયા!”


મે કોય મંદિર જોયુ નય કેમ કે, સર્વશક્તિશાળી પરમેશ્વર અને ઘેટાનું બસુ ઈ શહેરમાં છે. ઈ હાટુ ન્યા પણ મંદિરની કોય જરૂર નથી.


ઈ રાજગાદીમાંથી વીજળીઓ અને ગર્જનાઓ નીકળતી હતી, અને રાજગાદીની હામે હાત દીવાઓ હળગી રયાતા, તેઓ પરમેશ્વરની હાત આત્માઓ છે,


પછી મે જોયું કે, ઘેટાના બસ્સાએ ઈ સોપડીની હાત મુદ્રાઓમાંથી પેલીને ખોલી, અને મે સ્યાર જીવતા પ્રાણીઓમાંથી એકને બોલતા હાંભળ્યો, એનો અવાજ ગર્જનાની જેમ તેજ હતો, એણે કીધું કે, “હવે જા.”


પછી સ્વર્ગદુતે ધુપદાની લયને એમા વેદી ઉપરનાં હળગતા દેતવાને ભરી લીધા અને પૃથ્વી ઉપર નાખી દીધા અને ગર્જનાઓ, અવાજો, વીજળીઓ અને ધરતીકંપ થાવા લાગ્યા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ