21 એની પછી, એણે જે ઘોડા ઉપર બેઠો હતો, પોતાના મોઢામાથી નીકળનારી તલવારનો ઉપયોગ કરીને બીજા બધાયને મારી નાખ્યા, તઈ આભના પક્ષી ન્યા હુધી મરેલા દેહના માસ ખાતા રયા, જ્યાં હુધી એના પેટ ભરાણા નય.
ઈ વખતે આયશે જઈ હિંસક પશુ ઈ દસ રાજાઓની હારે જે એની હારે છે, ઈ વેશ્યાને ધિક્કારશે જે એની ઉપર બેઠી છે, તેઓ એની ઉપર હુંમલો કરશે અને એનો નાશ કરશે, અને એને આખીય બાળી નાખશે.