19 પછી મે ઈ હિંસક પશુને જોયો જે દરીયામાથી બારે આવ્યો હતો અને પૃથ્વીના રાજાઓ અને એની સેનાઓને જોય, ઈ ઘોડા ઉપર બેહેલા અને એના સિપાયોની વિરુધ યુદ્ધ કરવા હાટુ એક હારે આવ્યા.
જઈ બે સાક્ષી પરમેશ્વરનાં સંદેશાનો પરચાર કરી નાખશે, તો ઈ હિંસક પશુ જે ઊંડાણના ખાડામાથી નિકળશે, ઈ બેય લોકોની હારે બાધશે, તેઓને હરાયશે અને તેઓને મારી નાખશે.
આ મેલી આત્માઓની પાહે સમત્કાર કરવાની તાકાત હતી અને તેઓએ જયને ઈ લોકોને ભેગા કરયા જે આ જગતના બધાય દેશોમાં રાજ કરતાં હતાં જેથી તેઓ સર્વશક્તિશાળી પરભુ પરમેશ્વરનાં મહાન દિવસે એની વિરુધ યુદ્ધ કરવા હાટુ જાય.
એની પછી, એણે જે ઘોડા ઉપર બેઠો હતો, પોતાના મોઢામાથી નીકળનારી તલવારનો ઉપયોગ કરીને બીજા બધાયને મારી નાખ્યા, તઈ આભના પક્ષી ન્યા હુધી મરેલા દેહના માસ ખાતા રયા, જ્યાં હુધી એના પેટ ભરાણા નય.