પ્રકટીકરણ 19:18 - કોલી નવો કરાર18 આવો અને રાજાઓ, સિપાય આગેવાનો, શુરવીર સિપાયો, ઘોડા અને એની ઉપર બેહનારાના મરેલા દેહના માસ ખાવ, તમે હરેક પરકારના મરેલા લોકોનુ માસ ખાય હકો છો. એટલે કે, ગુલામ અને જે ગુલામ નથી, મોટા અને નાના બેયનો. အခန်းကိုကြည့်ပါ။ |
ઈ લોકો જે તારી ઉપર વિશ્વાસ નથી કરતાં બોવજ ગુસ્સે છે, કેમ કે, હવે ઈ વખત આવી ગયો છે કે તારો ગુસ્સો એના ઉપર આવે, અને ઈ વખત કે, તુ મરેલાનો ન્યાય કર. હવે ઈ વખત પણ છે જઈ તુ ઈ આગમભાખીયાઓને વળતર દેય જે તારી સેવા કરે છે અને ઈ બધાય લોકોને જે તને માન આપે છે, ઈ જે નબળા છે અને જે શક્તિશાળી છે જઈ કે ઈ જ વખતે તુ એને નાશ કરી દેય જેણે પૃથ્વી ઉપર વિનાશ કરયો છે.”