17 પછી મે એક સ્વર્ગદુતને સુરજ ઉપર ઉભેલો જોયો, અને એણે મોટા શબ્દથી રાડ નાખીને આભમા ઉસે ઉડનારા બધાય પક્ષીઓને જોરથી કીધુ કે, “આવો, ઈ મોટા જમણવાર હાટુ ભેગા થય જાવ જે પરમેશ્વરે તમારી હાટુ તૈયાર કરયું છે.”
અને મે એક બીજા સ્વર્ગદુતને આભમા ઉસે ઉડતા જોયો, ઈ સ્વર્ગદુતે ઈ હારા હમાસારને લીધેલો હતો, જે કોય દિવસ નથી બદલતા એણે જગતમાં રેનારા લોકો, દરેક દેશ, દરેક કુળ અને દરેક પરકારની ભાષામાં આની જાહેરાત કરી.
એની પછી, એણે જે ઘોડા ઉપર બેઠો હતો, પોતાના મોઢામાથી નીકળનારી તલવારનો ઉપયોગ કરીને બીજા બધાયને મારી નાખ્યા, તઈ આભના પક્ષી ન્યા હુધી મરેલા દેહના માસ ખાતા રયા, જ્યાં હુધી એના પેટ ભરાણા નય.
જઈ મે પાછુ જોયુ, તઈ આભની વસે એક ગરુડને ઉડતા અને મોટા અવાજથી આવુ કેતા હાંભળ્યુ કે, “જઈ છેલ્લા ત્રણ સ્વર્ગદુતો ઈ રણશિંગડું વગાડે છે જે એને આપવામા આવ્યા છે, તઈ જગતના બધાય લોકો ઉપર આવનાર દુખો બોવજ ભયાનક હશે.”